________________
સ્વાધ્યાય સંય : ૧૬૩
મંદારાદિ સુરતરુ તણાં, પુષ્પ સુપારિજાત, વૃષ્ટિ તેની પ્રભુ પર થતાં, દિવ્ય ધારા થતી જે; એ ધારામાં શીતળ જળનો, વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની રમ્ય માળા પડે છે. ૩૩ કાંતિ તારી અતિ સુખભરી, તેજવાળી વિશેષ, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે; જો કે ભાસે રવિ સમૂહની ઉગ્રતાથીય ઉગ્ર, તોયે લાગે શીતળ બહુ એ, ચંદ્રની ઠંડીથીય. ૩૪ પદવીદાતા કુશળ અતિશે, મોક્ષ ને સ્વર્ગ બને, સાચો ધર્મી ત્રિજગભરમાં, શુદ્ધ તત્વે પ્રવીણ; એવો તારો વિશદ ધ્વનિ ભાવાર્થ ગૂઢે ભરેલો, ભાષાનુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. ૩૫ સોના જેવા નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખ-સમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વે પ્રભુજી! પગલાં આપ કેરાં કરે છે, ત્યાં ત્યાં દેવો કમળદળની સ્થાપનાને કરે છે. ૩૬ દીસે એવી પ્રભુજી! વિભૂતિ આપકેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં, ધર્મની દેશનાને; જેવી કાંતિ તિમિર હરતી સૂર્યકેરી દીસે છે, તેવી ક્યાંથી ગ્રહગણતરી કાંતિ વાસો વસે છે? ૩૭ જે કોપ્યો છે ભ્રમરગણના ગૂંજવાથી અતિશે, જેનું માથું મદ-ઝરણથી છેક ભીનું જ દીસે; એવો ગાંડો મૃગપતિ કદી આવતો હોય સામે, તોયે કાંઈ ભય નવ રહે, હે પ્રભુ! આપ નામે. ૩૮
ત્યાં જ વિષે પ્રભુજી, કાંતિ શોભી રહી છે
૧. ઐરાવત હાથી.