________________
૧૫૮ : સ્વાધ્યાય સંચય
દેવો સર્વે મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજજા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશે એવી હઠ નહિ કરે બાળ વિના સહેજે. ૩ સદ્ગુણોથી ભરપૂર તમે ચંદ્રવત્ શોભનારા, દેવાના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધમાં પ્રલય સમયે ઊછળે પ્રાણીઓ રે! તેને ક્યારે પણ તરી શકે કોણ રે! બાહુ જોરે? ૪ એવો હું છું ગરીબજન તોયે પ્રભુ ભક્તિ કાજે, શક્તિ જો કે મુજમહીં નથી ગુણ ગાઈશ આજે; જો કે શક્તિ નિજ મહીં નથી તોય શું મૃગલીયે, રક્ષા માટે શિશુતણી નથી સિંહ સામે જતી એ? ૫ જો કે હું છું મતિહીન ખરે! લાગું છું પંડિતોને, તોયે ભક્તિવશ થકી પ્રભુ! હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટુહુટુહુ કરે ચૈત્રમાંહી જ કેમ? માનું આવે પ્રતિદિન અહા! આમનો મોર જેમ. ૬ જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય, ભક્તો કેરી પ્રભુગુણમહીં ચિત્તવૃત્તિ ગૂંથાય; વીંટાયું જે તિમિર સઘળું રાત્રિએ વિશ્વમાંય, નાસે છે રે! સૂરજ ઊગતાં સત્વરે તે સદાય. ૭ એવું માની સ્તવન કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહીં ખરે! આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળ પરનું વારિબિંદુ જ જે છે, એવી સ્તુતિ મનહર અહા! સજજનોને ગમે છે. ૮
૩. સમુદ્ર. * અંધકાર