________________
સ્વાધ્યાય સંચય : ૧૨૫
જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટન છે; પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચલ્યું જાય છે એને ન જવા દેવું,
જ્યાં સુધી યથાયોગ્ય જ્ય ન થાય ત્યાં સુધી, એ દઢતા છે તેનું કેમ કરવું?
કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ; ત્યારે હવે કેમ કરવું?
ગમે તેમ હો–ગમે તેટલાં દુ:ખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તો જીવન કાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભવૃત્તિ નથી જોઈતી; અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું; (આર્યાચરણ = આર્ય પુરુષોએ કરેલાં આચરણ) તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. | ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે; સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે; સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકા જવાતું નથી; લોકલ્યાગ વિના વૈરાગ્ય યથયોગ્ય સ્થિતિ પામવો દુર્લભ છે. એ જ વિજ્ઞાપના.
વિ૦ રાયચંદના યથાયોગ્ય.