________________
સ્વાધ્યાય સંચય : ૯૫
ભાગતત્ત્વને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ; તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી સુયશ સંયોગ. ધન ૦ ૯
સાતમી પ્રભા દૃષ્ટિ અર્કપ્રભા સમ બોધ પ્રભામાં ધ્યાન પ્રિયા એ દિઠી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખપુઠ્ઠી
રે ભવિકા! વીર વચન ચિત્ત ધરીએ. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ? રે. ભ૦ ૨ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ બાનતણું સુખ, કુણ જાણે નરનારી રે. ભ ૦ ૩ એહ દૃષ્ટિમાં નિર્મળ બોધ, ધ્યાન સદા હોય સાચું, દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું. રે. ભ૦ ૪ વિષભાગક્ષય, શાંત વાહિતા, શિવ મારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઈહાં યોગી, વિમલ સુયશ પરિણામ. રે ભ ૦ ૫
આઠમી પર દષ્ટિ દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુંજી, નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારીજી, આરોહ આરુઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારીજી. ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગશેજી, આસંગે વરજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી; શિક્ષાથી જેમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન તેમ એ હોજી, તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહોજી. ૨