________________
સ્વાધ્યાય સંચય : ૮૯
સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી-પુત્રાદિ કોઈ મારાં નથી.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત આઠ યોગદષ્ટિની સજ્ઝાય
પ્રથમ મિત્રાદેષ્ટિ શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પટ્ટી રે;
વીર જિનેસર દેશના ૦ ૧ સઘન અઘન દિનરયણિમાં, બાલવિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વીર ૦ ૨ દર્શન જે થયાં જુજુઓ, તે ઓઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દષ્ટિમાં, સમકિત દષ્ટિને હેરે રે. વીર ૦ ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. વીર. ૪ દષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે; રયણિશયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે. વીર ૦ ૫