________________
સ્વાધ્યાય સંચય : ૮૫
મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વજ્ઞ; તેવી અન્તર આસ્થા, પ્રગટયે દર્શન કર્યું છે તત્ત્વજ્ઞ. ૩ સમ્યક પ્રમાણપૂર્વક તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યજ્ઞાન કહ્યું તે, સંશય; વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભનિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ ક્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આશ્રવ તથા બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહા મુનિરાય. ૮
વવાણિયા, કા. ૧૯૫૩
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટયો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય - ૧ ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ૦ ૨ ઓગણીસસે ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે. ધન્ય ૦ ૪