________________
સ્વાધ્યાય સંચય : ૭૫
મિથ્યા મમત્વની ભ્રમણા ટાળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ : દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પા... અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા.
વિશેષાર્થ : પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ ક્ય, રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાની પુરુષના મનને રંજન કરનારાઓ!
ભાવના બોધ ગ્રંથે અન્યત્વ ભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચર્તુથ ચિત્રમાં ભરતેશ્વરનું દષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યા.
અશુચિ ભાવના ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણી ને, માન ત્યજીને કર સાર્થક આમ.
વિશેષાર્થ : મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાનાં ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર!
એ ભગવાન સનતકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે.
પ્રમાણશિક્ષા : રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે; તેવા