________________
યાદ રાખો • કાળ/સમય હંમેશ માટે એક સરખી રીતે બધા ઉપર પસાર થતો
રહે છે, થતો...જ રહે છે. તેને વૃદ્ધાવસ્થા આવતી નથી.
તે ચૂકતો નથી, મૂક્તો નથી, ખુટતો નથી. • તમે ગમે તે અવસ્થામાં હો, તમારો કાળ પૂરો કરી દે છે. રાજ્યસત્તા જેવા સુખ વિલાસ ભોગવો છો? યૌવનમાં મશગુલ
છો? - દુ:ખની ગતિના એંધાણ. • થાકશે કોણ? ખલાસ કોણ થશે? • બંદો. • કાળને સર કરી લે તો બંદાનો બેડો પાર. • એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન
કાર્ય તે, એજ કર્મ સિદ્ધાંત.
• પ્રાર્થનામાં કેટલી શક્તિ છે, તેનું અનુભવ કરો. એકાંત સ્થળે,
એક ચિત્તે પંચ પરમેષ્ઠિનું નિખાલસતાથી સ્મરણ કરો, પરિણામ જણાશે જ. તમારા કરેલા પાપને સંભારો. પશ્ચાતાપ કરો.
-
૪૮