________________
૨
૩
શ્રી પ્રભાતી સ્તવન રે જીવ! જિનધર્મ કીજીએ, ધર્મના ચાર પ્રકાર દાન, શિયળ, તપ, ભાવના, જગમાં એટલો સાર.
રે જીવ ૦. વરસ દિવસને પારણે, આદિશ્વર સુખકાર, શેરડી રસ વહોરાવીઓ, શ્રી શ્રેયાંસ કુમાર,
રે જીવ ૦ ચંપા પોળ ઉઘાડવા, ચારણીએ કાઢયું નીર, સતીય સુભદ્રા જશ થયો, શિયળે શૂરનર ધીર.
..રે જીવ ૦ તપ કરી કાયા શોષવી, અરસ નીરસ આહાર, વીર નિણંદ વખાણીઓ, ધન્ય ધન્નો અણગાર.
રે જીવ ૦ અનિત્ય ભાવના ભાવતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ભરત આરીસા ભુવનમાં, પામ્યા કેવળ જ્ઞાન.
-રે જીવ ૦ જૈન ધર્મ સૂર તરૂ સમો, જેહની શીતળ છાંય, સમય સુંદર કહે સેવતાં, વંચ્છિત ફળ પાય.
...રે જીવ ૦ ૧૩૫
૪.
૫
૬