________________
માનવતા મહોરી ઊઠી
કતલખાને લઈ જવાતાં ઘેટાંબકરાને બચાવી લેતો જૈનસંઘ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામમાં જીવદયાના ઉત્તમ ઉદાહરણરૂપ બની ગયેલ એક વિલ ઘટનાએ ગામની માટીમાં વધુ મહેક ઉમેરી છે.
સાંજનો સમય હતો.
ગામની ભાગોળે બે ટ્રક ઊભી હતી. ૩૦૦ જેટલાં ઘેટાં-બકરાં ઠાંસોઠાસ ભા હતા. આ તમામ અબોલ નિરાધાર જીવોનું આયખુ હવે ૨૪ ક્લાક પૂરતું હતું આ પશુઓને કતલખાને લઈ જવાતાં હતા.
બે જૈન યુવાનો બહાર કરવા નીકળ્યા હતા. એમની આંખોએ પારખી લીધું આ કે આ ટ્રકો કતલખાને જઈ રહી છે. ધેટાંબકરાના વેપારી માલિકને મળ્યા. વાતચીત માં આ યુવાનો જાણી શક્યા કે એ ૩૦૦ જેટલા જીવતા જીવની કિંમત ગ઼.૭૦ હજાર જેટલી થાય છે. ભીતરમાં ભારે મંથન ચાલ્યું અને નિર્ણય ક્યો કે કોઈપણ ઉપાયે આ અબોલ પ્રાણીઓને મોતના મુખમાંથી બચાવી લેવા જોઈએ.
રાતોરાત આટલી મોટી રકમ પણ લાવવી ક્યાંથી એ પ્રશ્ન પણ મૂંઝવણરૂપ .હતો. સ્થાનિક પાંજરાપોળની તિજોરીમાં પણ નજીવી જ રકમ હતી. રાતભર મંથન ચાલતું રહ્યું. સવારે સ્થાનિક આગેવાનો વિરમગામના જૈન અને જૈનેતર આગેવાનોને મળ્યા. વિરમગામ મહાજને સંપૂર્ણ સહકારના વચનો આપ્યા. હાથોહાથ મળ્યા. અને ૬૭ હજારનો ડ્રાકટ પેલા વેપારીને સુપ્રત ક્યો. ટૂંકમાં દયામણે ચહેરે એકીટશે તાકી રહેલા ૩૦૦ જેટલા ઘેટાં-બકરાં ને ટ્રકમાંથી ઉતાર્યા.
કસાઈની ભીતરમાંથી પણ ક્યારેક રુણાના ઝરા વહેવા માંડે છે તેમ જે વેપારી આ પશુઓને કતલખાને લઈ જતો હતો તે વેપારી પણ આ વિરલ ઘટનાથી ગદ્ગદિત થઈ. હજારની કિંમત ઓછી લેવાનો સામેથી પ્રસ્તાવ મૂકે છે અને કહે છે કે આટલી રકમના ઘેટા-બકરાનું જીવતદાન હું મારા તરફથી કરું છું.
સ્થાનિક પાંજરાપોળે નવા જીવોના ભરણપોષણ માટે ઊભા થયેલા નવા ખર્ચીને પહોંચી વળવા હવે કમર બાંધી છે. આજ પંથકના ઝીંઝુવાડા, ધામા, આદરિયાણા, દસાડા, પંચાસર વગેરે ગામોએ પણ આ ધર્મકાર્યોમાં પોતાનો કાળો આપ્યો હતો.
વાત વિકટ હતી. જૈન સંઘના આગેવાનોએ સ્થળ પર બોલાવ્યા. સંધના કેટલાક ટ્રસ્ટી અમદાવાદ હતા. પાટડી જૈન સંઘ ગતિશીલ થયો અને પાંચેક ક્લાક થંભી વા માટે પેલા વેપારીને વિનંતી કરી. મારતી મોટરે સંધ અમદાવાદ આવી ટ્રસ્ટીઓને વિગતે વાત કરી. સર્વાનુમતે નક્કી કર્યું કે એ નિરાધાર જીવોને જૈન સંઘે બચાવી લેવો જોઈએ.
મોતના મુખમાંથી છોડાવવાના ૬૭ હજાર ચૂક્વી દીધા.
21