________________
મારા આજસુધીના પ્રકાશનોમાં જૈનાચાર્યો, જૈનમુનિઓ, જૈનસાધ્વીઓ, જેનશ્રેષ્ટિઓ તથા જૈન ગ્રંથભંડારના વહીવટદારો તથા જન લાયબ્રેરીઓના સંચાલકો અને ચતુર્વિધ જૈનસંઘએ જેવી રીતે ઉદારભાવે સહકાર આપ્યો છે, તેવી રીતે સહકાર આપવાનું ચાલુ રાખશે તેવી આશા રાખું છું.
જૈનસમાજ ઉપરાંત જગતભરના સંગ્રહસ્થાન, લાયબ્રેરીઓ, તથા કલામર્મજ્ઞો અને કલારસિકો તરફથી મને જે સહકાર આજસુધી મળતો રહ્યો છે, અને તેથી જ આ પ્રવૃત્તિ હું ચાલુ રાખી શક્યો છું.
મારા તરફથી હવે પછી તૈયાર થનાર અમૂલ્ય પ્રકાશનો જેવાં કે, સર્વાર્થસિદ્ધિદાયિનિ ભગવતી પદ્માવતી ઉપાસના અને કલિકાલ કલ્પતરુ “પુરિસાદાણીય શ્રી પાર્શ્વનાથજીનાં મંત્રક, મંત્રો તથા યંત્રોને સંગ્રહ” નામના બે મહામત્ય પ્રકાશન તરફ વાચકનું લક્ષ ખેંચવાનું યોગ્ય માનું છું, વરસમાં પ્રસિદ્ધ કરવાની કોશિષ કરવામાં આવશે અને આ આમ્નાય કૃતિઓને નાશ ન થઈ જાય તે પહેલાં આ દરેક ગ્રંથની અગાઉથી નોંધાયેલ ગ્રાહક સંખ્યા પ્રમાણે મર્યાદિત નકલો છાપવાની હોવાથી અને દરેકની કિંમત દોઢ-દોઢ રૂપિયા રાખવામાં આવનાર છે, તે તરફ વાચકોનું ધ્યાન ખેંચવાનું યોગ્ય માનું છું; અને ગ્રાહક તરીકે મારા અમદાવાદના સરનામે નકલ દીઠ દોઢસો રૂપિયા અગાઉથી મનીઓર્ડરથી અથવા રોકડા મોકલી નામ નોંધાવવા વિનંતિ કરું છું કે જેથી કરીને નકલો છપાવવાની સમજણ પડે. બંને ગ્રંથ તૈયાર થયેથી ગ્રાહકોને અમારા ખરચે પહોંચાડવામાં આવશે.
આ ગ્રંથમાં મેં ભારતભરના જુદા જુદા જૈનભંડારોમાંથી અને મારા પિતાના સંગ્રહમાંથી ૨૬ છે .સ સચિત્ર પ્રતાને ઉપયોગ કરેલો છે. જેમાં સૌથી પ્રાચીન ઈડરના શેઠ આણંદજી મંગલજીના ભંડારની કલ્પસૂત્રની તાડપત્ર પર લખાએલી ૩૪ ચિત્રોવાળી પ્રત ચૌદમા સૈકાના અંત સમયની છે. કેટલીક હસ્તપ્રતોમાંથી મેં વધારે ચિત્ર પસંદ કર્યા છે અને કેટલીક પ્રતોમાંથી થોડાં ચિત્રો આપેલાં છે, જેની યાદી આ પ્રમાણે છે.
ઈડરની પ્રત – શેઠ આણંદજી મંગલજીની પેઢી, ઇડરના ભંડારની કલ્પસૂત્રની તાડપત્રની, ચૌદમા સૈકાની સચિત્ર હસ્તપ્રતના ૩૪ ચિત્રોમાંથી ચિત્ર નંબર ૭, ૮
- કાંતીવિ. ૧ - પ્રવકજી શ્રી કાંતીવિજયજીના સંગ્રહની, શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, વડોદરાના સંગ્રહની નંબર ૨૧૮૮ ની સેનાની શાહીથી લખાએલી કલ્પસૂત્રની કાગળ પર લખાએલી હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૩૧, ૫૨
કસમ - શ્રીકુસુમચંદ્રસુરીશ્વરજીના સંગ્રહની, શ્રીઆત્માનંદ જૈન જ્ઞાનમંદિર, વડોદરાના સંગ્રહની, સેનાની શાહીથી લખાએલી કલ્પસૂત્રની કાગળ પર લખાએલી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૫, ૫૧, ૬૦, ૧૩૧
જયસ - જૈન તિષ તથા શિલ્પશાસ્ત્ર વિશારદ સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રીજયસિંહસૂરીશ્વરજીના સંગ્રહની કલપસૂત્રની સંવત ૧૪૮૯માં લખાએલી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૫૪, ૧૪૪, અને ૧૫૫
જિનવિજયજી – પુરાતત્ત્વવેત્તા સ્વર્ગસ્થ શ્રીજિનવિજયજીના સંગ્રહની સુવર્ણાક્ષરી મહાવીર ચરિત્રની સંવત ૧૫૧૧માં લખાએલી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૫૯
જીરાની પ્રત - શ્રીઆત્માનંદ જૈનભવન, જીરા (પંજાબ)ના સંગ્રહની સંવત ૧૪૭૩માં પાટણમાં લખાએલી કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૪, ૧૩૬ અને ૧૩૭
ડહેલા ૧ – ડહેલા ઉપાશ્રય, અમદાવાદના ભંડારની વિ. સં. ૧૫૧૬માં અંધારામાં લખાએલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૨૦, ૧૨૧ અને ૧૨૨
ડહેલા ૨ ચંચલબાઈને ભંડાર, ડહેલા ઉપાશ્રય, અમદાવાદના ભંડારની વિ. સં. ૧૫૧૬માં ગંધારમાં જ લખાએલી કલ્પસૂત્રની સુવર્ણ-રૌખાક્ષરી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૩૨
જૈસલમેરની પ્રત – જૈસલમેરના ખરતરગચ્છના શ્રી બૃહ ગ્રંથભંડારની કલ્પસૂત્ર અને કાલકકથાની ચૌદમા સૈકાના અંતસમયની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૫, ૨૧, ૨૭, ૨૯, ૪૬, ૧૨૭, ૧૪૨, અને ૧૬૨
Jain Education Intemational
www.jainelibrary.org
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only