________________
34]
The Life of Lord Sri Mahāvira ચિત્ર ૪૭. નવાબ રૂ૧. ઉપરથી. સિદ્ધાર્થ અને ત્રિશલા. ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળે અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ, મન ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલેની પેઠે તેનાં રેશમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલા સિદ્ધાર્થ તે સ્વપ્ન વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરી પછી તે સ્વપ્નોનો નખ નોખો વીગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નને નખે નો વીગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિ સહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વમોના વિશેષ ફળનો ખો ને નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળને નોખો નોખો નિશ્ચય કરીને તેણે પોતાની ઈઝ યાવત્ મંગળરુપ, પરિમિત મંગળ અને સોહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું :
હે દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વપ્ન દીઠાં છે, હે દેવાનુપ્રિયે! તમે કલ્યાણપુ સ્વો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવરુપ છે, ધન્યરુપ છે, મંગળરુપ છે, ભારે સહામણું છે, એ તમે જોયેલાં સ્વપ્ન આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વપ્ન દીઠાં છે. તે જેમકે, તમે જોયેલાં સ્વપ્નોથી આપણને હે દેવાનુપ્રિયે ! અર્થનો લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે! ભોગનો લાભ થવો જોઈએ, પુત્રને લાભ થવો જોઈએ. એ જ રીતે સુખને લાભ અને રાજ્યને લાભ થવો જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વિત્યા પછી અમારા કુલમાં ધવજ સમાન, અમારા કુલમાં દીવા સમાન, એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીર્તિ કરનાર, કુલને બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારસ્પ, કુલની વૃદ્ધિ કરનાર, કુલને જશ વધારનાર, કુલને છાંયે આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશે. વળી તે જનમનાર પુત્ર હાથે પગે સુકમાળ, શરીર અને પાંચે ઇંદ્રિયથી પૂરો તથા જરાપણ ખોડ વગરનો હશે તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે, એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સવગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળ, કાંત, પ્રિય લાગે અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશે.
વળી, તે પુત્ર જ્યારે પોતાનું બાળપણ પૂરું કરી ભણીગણ બરાબર ઘડાઈ તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહન વિ તમારો એ પુત્ર રાજ્યને ધણી એ રાજા થશે, માટે હે દેવાનુપ્રિયે! તમે જે મહાવો દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને યાવત્ બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે.
47. SMN. 3, 1. King Siddhārtha tells Trišală, the meaning of the dreams.
Then, Siddhartha, after having heard this news from Ksatriyāņi Trišalā and having reflected upon, It, he-pleased, contented, with his hair bristling in their pores, with joy at heart, like the fragrant flower of Nipa tree, Nuclea, Cadamba, sprinkled with showers of rain, fixed those dreams in his mind, and having fixed the dreams, begins to think about their meanings. Having commenced thus, he meditates upon the meaning of those dreams through the medium of his natural lunate intellect determined by his superior knowledge. Having done so, he spoke thus to Ksatriyāņi Trišala addressing repeatedly with those pleasing, lucky. measured, sweet auspicious words.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org