________________
As Represented in the Kalpasūtra Paintings
[21
embryo, went from the part of Kundagrāma where the Brāhmaṇa dwelt to the part where the Ksatriyas dwelt, to the home of Siddhartha and Trisalā.
Hariņaigameşin is seen flying in the air with the foetus of Devānandă. In the foreground is represented a mountain flanked with trees. The flutter of his dupatta expresses his flight in the air.
ચિત્ર ૨૫. શયનમંદિરમાં દેવાનંદા, પાટણ રન પાના ૧૦ ઉપરથી. શ્રીમહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં, કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રી દેવાનંદા બ્રાદાણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન થયા. તે સમયે મધ્યરાત્રિ હતી અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચન્દ્રને ચોગ પ્રાપ્ત થયો હતો.
ચિત્રમાં શયનગૃહમાં બિછાવેલાં સુંદર ડિઝાઈનવાળા પલંગમાં બિછાવેલી સુંદર શય્યામાં દેવાનંદા બ્રાદાણી વસ્ત્રાભૂષણોથી સુસજિત સૂતેલાં દેખાય છે. આ ચિત્ર પંદરમા સૈકાના ગૃહસ્થના શયનગૃહો કેવી રીતે શણગારેલા રહેતા હતા તેને સરસ ખ્યાલ આપે છે.
Fig. 25 HGP. 2, 10. The Devānandā on her couch. When Mahavira descended from heaven to take the form of an embryo in the womb of the Brāhmaṇi Devānandā, she was lying on her couch resting fitfully, now sleeping, now waking.
Devānandā, dressed in a bodice (choli) lower garment with hamsa pattern and scarf, rests upon a beautifully worked couch, on which is a bed with a flowered coverlet. She is half sitting up with support of a bolster, her left leg crossed is over the right. She is richly bejewelled and wears a diadem in her hair. At the bottom is a hamsa panel. Overhead is an elaborate canopy and a hanging lamp.
ચિત્ર ૨૬. ગર્ભાપહાર. નવાબ ની પ્રતના પાના ૧૬ ઉપરથી. શકની આજ્ઞા લઈને દેવોને વિષે પ્રતીત એવી, બીજી ગતિઓ કરતાં મનોહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિઓને
જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની ગતિ જેવી, શરીરના સમગ્ર અવયવને કંપાવનારી, ઉતાવળી અને દેને યોગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી દોડતે દોડતો તે હરિગમેષિન દેવ, તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રની મધ્ય ભાગમાં થઈને જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી શયનગૃહમાં સુખપૂર્વક સૂઈ રહી છે ત્યાં પહોંચ્યો. પહોંચીને ભગવંતના ગર્ભનાં દર્શન થતાં જ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા. દેવાનંદાને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુદગલે દૂર કર્યા અને શુભ પુદગલો સ્થાપન કર્યા. પછી “હે ભગવાન! આપ મને અનુજ્ઞા આપો.” એમ ઉચ્ચારણ કરી પ્રભુ મહાવીરને બિલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પિતાની દિવ્યશક્તિ વડે બંને હાથની અંજલિમાં લીધા.
ચિત્રમાં શયનગૃહમાં દેવાનંદા બ્રાહ્મણી સુંદર પલંગ પર સૂતેલાં છે અને પલંગની બાજુમાં જ હરિણંગમેષિનું બંને હાથની અંજલિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું અપહરણ કરીને જવાની તૈયારી કરતો હોય તેમ ચીતરેલ છે.
Fig. 26. SMN. 4, 16. Hariņaigameşin remove the embryo from the Devananda's womb. Hariņaigameşin miraculously went to the continent of Jambudvipa, to Bhāratvarsa (India), to the village of Kundagrāma, bowed to Mahāvīra, cast Devānanda and her attendants into a deep sleep, and saying "May the Venerable one permit me" took out the embryo from Devananda’s womb.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org