________________
U3
As Represented in the Kalpasūtra Paintings wife of Brahmana Rsabhadatta of Kodāla gotra, in the Brahmanical part of the town Kundagrāma during the middle of the night, when the moon was in the conjunction with the constellation uttaräphålguni-the constellation whose next is 'Hasta-after leaving of divine existence, and divine body.
Sramaņa Bhagavān Mahāvīra possessed three kind of knowledge. He knew that he would descend."
ચિત્ર ૧૩. દેવાનંદાનાં ચૌદ ઉત્તમ સ્વ. સામળા.ની પ્રતના પાના ૩ ઉપરથી.
આપણે ઉપર ચિત્ર ૧૨ના “મહાવીર–ચ્યવનને લગતા પ્રસંગના વર્ણનમાં જણાવી ગયા છીએ કે અમથું ભગવાન મહાવીર દેવલોકમાંથી ચ્યવીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભ તરીકે આવ્યા.
તે રાત્રીએ દેવાનંદા બ્રાહ્મણી ભર ઊંઘમાં ન હતી, તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિઉદાર, કલ્યાણમય, ઉપદ્રવ હરનાર, મંગળમય અને સુંદર ચૌદ મહાસ્વમ જોયાં. તે આ પ્રમાણે :
૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લક્ષ્મી (અભિષેક), ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ પૂર્ણકુંભકલશ, ૧૦ પદ્મવર, ૧૧ ક્ષીરસમુદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રત્નને ઢગલે, અને ૧૪ નિધૂમ અગ્નિ.”
ચિત્રમાં દેવાનંદાએ ચોળી, ઉત્તરીય વસ્ત્ર-સાડી, ઉત્તરાસંગ વગેરે વસ્ત્રો પરિધાન કરેલાં છે. શય્યામાં સુગંધીદાર ફલે બિછાવેલાં છે. તેણી તકીઆને અઢેલીને-ટેકો દઈને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાબો પગ જમણુ પગના ઢીંચણ ઉપર રાખેલ છે. તેણીના માથે મુગટ, કાનમાં કુંડલ, માથામાં આભૂષણ તથા તેના માથાની વેણી છૂટી છે અને તેને છેડો ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે. પલંગની નીચે નજીકમાં પાણીની ઝારી તથા પાદપીઠ મૂકેલાં છે. તેણીનો પલંગ સુવર્ણન છે.
ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં ડાબા હાથમાં ચામર પકડીને ઊભેલી એક સ્ત્રો છે. નીચેના ભાગમાં જમણા હાથમાં વીણા પકડીને ઊભેલી એક સ્ત્રી પોતાના ડાબા હાથથી નજીકમાં ઊભેલા હરણને ઘાસ ખવડાવતી દેખાય છે.
મધ્યના હાંસિયામાં સુંદર ફૂલોનો છોડ ચીતરેલે છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પણ પોતાના જમણા હાથમાં ચામર પકડીને ઊભેલી એક સ્ત્રી છે. નીચેના ભાગમાં જમણા હાથમાં ફૂલ તથા ડાબા હાથમાં વીણું પકડીને ઉભેલી સ્ત્રી, દેવાનંદા તરફ દૃષ્ટિ રાખીને ઊભેલી છે. હાંસિયાના ઉપરના ભાગમાં લેવાવા લખેલું છે.
ઉપરની કિનારમાં હંસપક્ષીની સુંદર ગોઠવણી કરેલી છે.
નીચેની કિનારમાં અનુક્રમે ત્રણ હરણીયાઓ, મંજીરા વગાડતો એક પુરુષ, બંસરી બજાવતો એક પુરુષ અને એક હંસયુગલ ચીતરેલાં છે.
આ પાનાની અંદર સોનેરી અક્ષરોમાં બ્રાહ્મણી દેવાનંદાએ પ્રભુ મહાવીર જે રાત્રીએ તેણીની કુક્ષિમાં ગર્ભરૂપે આવ્યા, તે રાત્રીએ તેણીએ ઉત્તમ ચૌદ મહાસ્વપ્ન જોયાં. જેવાં કે : ૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ વગેરેનું વર્ણન આપેલું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org