________________
As Represented in the Kalpasūtra Paintings
[5 ચિત્રમાંની પ્રભુમૂર્તિની જમણી બાજુએ અને પાનાની બરાબર મધ્યમાં ગ્રંથિસ્થાને હસ્તિસ્કંધ ઉપર બંને હાથે કલશ પકડીને પ્રભુ સન્મુખ આવતો સૌધર્મેન્દ્ર રજુ કરેલ છે. પાનાની ઉપર અને નીચે પ્રભુને જન્મકલ્યાણક મહોત્સવ ઊજવવા આવતાં દેવદેવીઓ જુદીજુદી પૂજન સામગ્રીઓ લઈને ગીત ગાતાંગાતાં અને નૃત્ય કરતાં કરતાં આવતાં દેખાય છે.
ચિત્રમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં અનુક્રમે ત્રણ પ્રસંગે રજૂ કરેલા છે. પ્રથમ લાલવર્ણ વાળી ચાર હાથવાળી પદ્માવતી દેવીનું ચિત્ર રજૂ કરેલું છે. દેવીના ચાર હાથો પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ છે; અને નીચેનો જમણો હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં કમળનું ફૂલ છે. દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં બે સ્ત્રીઓ નૃત્ય કરતી પ્રભુની સન્મુખ જેની રજૂ કરેલી છે. આ બે સ્ત્રીઓ પૈકી એકનો જમણો હાથ મસ્તક ઉપર છે તથા ડાબા હાથમાં ફૂલની માળા પકડેલી છે; અને બીજી સ્ત્રીના હાથમાં ફલ જેવી માંગલિક વસ્તુ પકડેલી છે. ત્રીજા પ્રસંગમાં ચાર હાથવાળી અને પીળા વર્ણવાળી લક્ષમીદેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના બંને હાથમાં દાંડી સહિતનું વિકસિત કમલનું એકેક ફલ છે, અને નીચેના બંને હાથ વરદમુદ્રાઓ છે.
પાનાની ડાબી બાજુના હાંસિયામાં પણ ત્રણ પ્રસંગો રજૂ કરેલા છે. પ્રથમ ધેળા વર્ણવાળી સરસ્વતી દેવીનું ચાર હાથ સહિતનું ચિત્ર છે. દેવીના જમણા હાથમાં પુસ્તક, અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે, તથા નીચેના બંને હાથ વરદમુદ્રાએ છે દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં સૌધર્મેન્દ્ર હસ્તિસ્કંધ પર બેસીને હાથમાં કલશ પકડીને પ્રભુ સન્મુખ જતો હોય એમ દેખાય છે. ત્રીજા પ્રસંગમાં તપાવેલા સુવર્ણ જેવા વર્ણવાળી ચાર હાથવાળી દેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં જ છે. તથા નીચેના બંને હાથ વરદમુદ્રાએ છે.
પાનાની ઉપર અને નીચે તથા બંને બાજુના હાંસિયાના પ્રસંગે ચિત્રપ્રસંગને અનુલક્ષીને રજૂ કરવામાં નથી આવ્યા, પરંતુ આ પ્રતના દરેકે દરેક પાનામાં આવી જ રીતે જુદાંજુદાં સુશોભને ચીતરીને આ સંપૂર્ણ પ્રતને શણગારવામાં આવી છે. આવાં સુંદર સુશોભનવાળી બીજી હસ્તપ્રત ભારતભરના જૈનભંડારોમાં બહુ જ પરિમિત સંખ્યામાં છે. આ આખી યે પ્રત સોનાની શાહીથી લખેલી છે.
Fig. 4. DV, 1. Bhagwān Sri Mahāvīra.
Before descending to the earth for his final existence in the round of birth (samsara), Mahāvīra had dwelt in the Puspottara heaven for 20 Sagaropamas (an incalculable period of time). He descended in the middle of the night, on the sixth day of the light fortnight of the month Aşādha, to take the form of an embryo in the womb of Brāhmaṇi Devananda, in the town of Kundagrāma.
On a lion-throne sits Mahāvīra clad only in a loincloth, but crowned and fully ornamented. He is in the cross-legged padmasana posture, called by the Jains paryanka, the hands lying one upon the other with palms upward. Above Mahāvira is an honorific parasol. On each side on a level with Mahāvīra's head in small architecturel units, are seated two heavenly musicians (gandharvas), dressed in lower garment (dhoti) and scarf. Below these, on a level with Mahāvīra's body under pointed arches. stand two worshippers with hands upraised. In the bottom corners are seated two other attendants with hands upraised. Above the picture is a flight of swans (hamsas) bounded by an arch.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org