________________
90]
The Life of Lord Sri Mahấvira
Fig, 155, JSR. KS. manuscript. The cowhered drove spikes in Mahavira's ears.
When Mahāvira was engaged in ascetic meditation, out of Şaņmāni village, certain sensation karma, which he had accumulated in a previous existence by pouring melted tin into another person's ears, had come to the point of repening. His victim had been reborn as a cowherd, who had at this time let his bulls loose outside the village, while he went to milk the cows. The bulls wandered away. The cowherd came seeking them, and charged upon Mahavíra. He asked if he had seen the bulls, but Mahāvīra was too deeply absorbed in meditation to hear him. "Sir, where are my bulls ? Why don't you answer me, you monkling? Don't you hear ? Or are your earholes useless ?" When Mahāvíra still did not reply, the cowherd in a blind fury took two spikes of Sarakata tree and drove them into the Master's ears until they met inside his head and became one. Then he cut off protruding ends that no one might see them and draw them out, and left.
In the painting, Mahāvīra stands motionless in meditation. Both the sides cowherd seems draving spikes in his ears. Two lions raging at his feet, which he does no notice. While birds roost unnoticed on his ears and peck at his head. I suppose, representation of lions and birds are the part of the events of god Samgamaka attack upon Mahāvira, discussed already in figure 152.
ચિત્ર ૧૫૬. પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ. નવાબ ૧, પ્રતના પાના ૫૯ ઉપરથી.
તીર્થકરોને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવે સમવસરણની રચના કરે છે. આપણને પ્રાચીન ચિત્રોમાં આ સમવસરણની બે જાતની રચનાઓ મળી આવે છે. એક જાતની રચના ગળાતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ–ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે.
આ ચિત્ર ગોળાકૃતિવાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં પ્રભુ મહાવીરની સુવર્ણવર્ણની મૂર્તિ પદ્માસનની બેઠકે બિરાજમાન છે. તેઓને ચારે બાજુ ફરતાં ગળાકૃતિમાં ત્રણ ગઢ, મસ્તકની પાછળના ભાગમાં અશોકવૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમલ જેવી સુંદર આકૃતિ ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ એકેક હંસપક્ષી છે. ત્રણે ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહારના ચારે ખૂણાઓ પૈકી ઉપરના બંને ખૂણાઓમાં એકેક વાપિકા-વાવ ચીતરેલી છે, અને નીચેના જમણે ખૂણામાં બંને હસ્તની અંજલી જેડીને સ્તુતિ કરતે એક પુરૂષ અને ડાબા ખૂણામાં તે જ રીતે સ્તુતિ કરતી એક સ્ત્રી; ઘણું કરીને આ પ્રત ચીતરાવનાર તથા લખાવનાર શ્રાવક અને તેની ધર્મપત્ની-શ્રાવિકા–ની રજૂઆત ચિત્રકારે કરેલી છે. પ્રસંગોપાત જૈન ધાર્મિક ગ્રંથોમાં આપેલું સમવસરણનું ટુંક વર્ણન અત્રે વાચકેની જાણ ખાતર આપવું મને યોગ્ય લાગે છે.
પહેલાં વાયુકુમાર દેવે જન પ્રમાણુ પૃથ્વી ઉપરથી કચરે, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દે સુગંધી જળની વષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરના ચરણોને પિતના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતર છએ ઋતુના પચરંગી, સુગંધી અધોમુખ ડીંટવાળા પુષ્પની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વાણવ્યંતર દે સુવર્ણ, મણિ અને માણેકવડે પૃથ્વીતળ બાંધે છે અર્થાત એક યોજન પર્યંતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણો બાંધે છે વિશેષમાં ભવ્યજનોને બોલાવતો હોય તે તોરણની ઉપર રહેલો વજાને સમૂહ રચીને તેઓ સમવસરણને શોભાવે-સુશોભિત કરે છે. તોરણોના નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org