________________
ઓશવાલ સેન્ટરનું દેરાસર
પરિચય :
ઓશવાલ એસોસિએશન ઑફ યુ. કે.ના બંધારણના જણાવ્યા મુજબ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે યુનાઈટેડ કિંગડમમાં જૈન ધર્મના વિકાસ માટે આયોજનો કરવા પણ માત્ર પૂજા-પાઠની જગ્યા કે અધ્યયનની ભૂમિ નહિ. હુક હાઊસના નામે જાણીતી આ જગ્યા જ્યારે લેવામાં આવી ત્યારે આ બધું મગજમાં હતું અને ખાત્રી હતી કે એસોસિએશનને જૈન દેરાસરના નિર્માણની મંજૂરીનો લાભ મળશે.
જૈન દેરાસરનું નિર્માણ શા માટે ?
મન જે કઈ જુએ છે અને સાંભળે છે એનાથી અત્યંત પ્રભાવિત થાય છે. એમાંય દૃશ્યની છાપ લાંબા સમય સુધી દિમાગ પર રહેતી હોય છે.
જૈન દર્શનની
વિવિધ કલાત્મક અને પવિત્ર, શાંત તથા સૌન્દર્યપૂર્ણ સંરચના ભક્તોના મન ઉપર અમિટ છાપ મૂકે છે.
સમૃદ્ધ, દેરાસર એ આરાધનાની એક એવી જગ્યા છે જ્યાં ઉપાસક સંપૂર્ણ શાંતિ પવિત્રતા અને નિર્મળ સૌન્દર્યની અનુભૂતિ કરી શકે છે. દેરાસરનું વાતાવરણ તથા એમાં બિરાજમાન તીર્થંકર ભગવાનની મૂર્તિઓ આંતર નિરીક્ષણને પ્રેરે છે તથા પોતાનામાંજ ઈશ્વરનો નિવાસ છે એવી ભાવના પેદા કરે છે. એટલાજ માટે દરેક વ્યક્તિએ આસક્તિના ભ્રમણાભર્યા જાળાઓને ખંખેરીને અંતરાત્માના પવિત્રીકરણનો પુરુષાર્થ આરંભવો જોઇએ.
ઓસવાલ સેન્ટરનું દેરાસર ઃ
આ દેરાસર શ્વેતાંબર તપગચ્છ પરંપરાનું છે.
એસોસિએશનને ૧૧૮ સ્ક્વેર મીટર અથવા ૨૦૨૩ સ્ક્વેર ફીટના ફૂલોર સ્પેસ સાથે એક મજલાનું દેરાસર બાંધવાની પરવાનગી મળી છે.
વાઇ સામ સામ
૧૦ એકરના ગ્રીન ફિલ્ડ સાઈટ પર નિર્મિત ઓશવાલ એસોસિએશનના ચિલ્ડ્રન પ્લે ગ્રાઉંડની બાજુમાં આ દેરાસર સ્થિત છે. આ દેરાસર લન્ડ સ્કેપ કરેલા ગાર્ડન અને રસ્તાની વચ્ચો-વચ આવેલુ છે. હવાઈ માર્ગે એનું નિરીક્ષણ કરતા એ જૈન પ્રતીક ત્રિલોક (૧૪ રાજલોક)નું પ્રતિનિધિત્વ કરે છે. રસ્તાઓ સાથિયા આકારના બનેલા છે. ત્રિલોકના મૂળમાં અહિંસાના પ્રતીક તરીકે ભવ્ય મોઝેઇક સરોવર બનાવવામાં આવ્યું છે.
દરેક સાથિયાના ખૂણામાં ૨૪ તીર્થંકર ભગવંતોની સંગેમરમરની દેવકુલિકાઓ બનાવવામાં આવેલી છે.
પ્રસ્તુત સાથિયો દેરાસરના પ્રવેશ સુધી લઈ જાય છે કે જે ૪ મીટર પહોળા કોર્ટ યાર્ડથી ઘેરાએલો છે.
પશ્ચિમથી થતો દેરાસરનો પ્રવેશ વિશાળ ગુંબજના રંગમંડપ સુધી લઈ જાય છે. જ્યાંથી કોળી મંડપમાં થઈને ઉપાસક ગર્ભગૃહ પાસે પહોંચે છે. જ્યાં તીર્થંકર પરમાત્માની દિવ્ય પ્રતિમાઓ બિરાજમાન છે.
આપણા મૂલનાયક તરીકે ભગવાન મહાવીરસ્વામી તથા આજુ-બાજુમાં આદીશ્વર ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન
બિરાજિત છે.
દેરાસરની દિવાલો, શિખર તથા ગુંબજ સંગેમરમરથી નિર્મિત છે. અંદરની ભીત્તિઓ પણ આરસની બનેલી છે. એના ઉપર, ગુંબજ અને સ્તંભો ઉપર સુંદર નક્શીકામ કરેલુ છે.
દેરાસરથી સંબંધિત જરુરી સગવડતાઓ જેવી કે કેસર રુમ, સ્ટોર રૂમ વગેરે દેરાસરના પરિસરમાં જ બનાવવામાં આવ્યા છે.
032