________________
જન્મ થાય છે ત્યારે બને છે. પોતપોતાના આસને કંપિત થવાથી છપ્પન દિકકુમારીઓ જીનેશ્વર ભગવાનનો જન્મ સમય જાણીને ઉતાવળી ગતીથી પ્રસૂતિ કર્મ કરવામાં દોડી ગઈ. ઈજે પણ પોતાના આસનના કંપવાથી અવધિજ્ઞાન દ્વારા જાયું કે પ્રભુનો જન્મ થઈ રહ્યો છે એમ જાણીને અષ્ટાત્વિક મહોત્સવ બધા દેવાની સાથે મળીને કર્યો. આ બાજુ વિશ્વસેન રાજાએ પણ સંતુષ્ટ થઈને દાસદાસી આદિકોને સારું એવું દાન આપ્યું. અને પુત્ર જન્મની ખુશાલીમાં અનેક રીતે મહત્સવ ઉજવ્યા. પુત્રનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. પ્રભુનું નામ શાંતિનાથ રાષ્ટ્રવાનું કારણ એજ કે પ્રભુના જન્મ પહેલા રાજ્યમાં મહામારી–મરકી વગેરે ત્રાસજન્ય જીવલેણ રોગચાળો ચાલતું હતું. પરંતુ પ્રભુનું ગર્ભમાં આગમન થતાં વ્યાપેલા રેગ શેક શત થયા. આ કારણે જ પ્રભુનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. ભગવાન શાંતિનાથ તેમના અંગુઠામાં ઈ મૂકેલા અમૃતનું પાન કરીને શુકલપક્ષના ચંદ્રમાની માફક વધવા-મેટા થવા લાગ્યા તેમનું રૂપ અને તેની શ્રી ન વર્ણવી શકાય તેવાં અનુપમ હતાં. માતાપિતા જગતના માણસેમાં અજોડ એવા મનોહર તથા નયન અભિરામ એવા પુત્ર શાંતિનાથને જોઈને નિરૂપમ અનુભવ કરતા હતા. જગમ કલ્પવૃક્ષ પ્રમાણે બાળ પ્રભુ જ્યારે રાજભવનના આંગણામાં પા પગલી કરતા ચાલતા થયા ત્યારે ભારે મનોહર લાગતા હતા. બાળકનાં રૂપ બનાવીને આવેલ દેવની સાથે પ્રભુ હલતી ચોટલીવાળા બનીને બાળ ઉચિત વિવિધ ક્રીડાઓ પણ કરતા હતા. આ પ્રકારથી સુખપૂર્વક ક્રમે ક્રમે વૃદ્ધિ પામતાં પ્રભુ યુવાવસ્થામાં આવ્યા. ભગવાનના શરીરની ઉંચાઈ આ સમયે ચાલીસ ધનુષની હતી. પ્રભુએ પિતાના સદાચારથી સઘળાનું મન જીતી લીધું હતું. પિતાએ શાંતિનાથને વિવાહ યશોમતી આદિ રાજકન્યાઓ સાથે કર્યો. આ પ્રકારે ભગવાનના જન્મથી માંડીને યુવાવસ્થા સુધી જીવનનાં પચીસ હજાર (૨૫૦૦૦) વર્ષ વ્યતીત થયાં. માતાપિતાએ એમને રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને પોતાના જીવનને સફળ કરવા માટે દીક્ષા અંગીકાર કરી અને એ રીતે તેમણે પોતાના જન્મને સફળ બનાવ્યું.
શાંતિનાથ પ્રભુ પણ આ તરફ પ્રજાનું પોતાના પુત્રોની માફક પાલન કરવા લાગ્યા. એક સમયની વાત છે કે, ભગવાનના પૂર્વજન્મનો નાનો ભાઈ કે જે વજ રથ હતો અને જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં વર્તમાન દેવ પર્યાયથી રહેલ હતે તે ત્યાંથી ચવીને તે એમની ધમપતની યશેમતિના ગર્ભમાં આવ્યા. આ સમયે યશોમતીએ સ્વપ્નમાં ચક્ર જોયું. એ સ્વપ્નની હકીકત તેણે પિતાના પતિ શાંતિનાથને કહી. ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે, દેવી! વિશ્વના મન્ડન સ્વરૂપ પુત્રને તમારી કને જન્મ થશે. સ્વપ્નનું આ પ્રમાણે ફળ સાંભળીને યશોમતી ઘણી પ્રસન્ન થઈ અને તે પોતાના ગર્ભનું શાંતિ અને આનંદની સાથે પાલન કરવામાં સાવધાન બની ગઈ. ગર્ભને સમય જ્યારે પુરો થયે ત્યારે સુલક્ષણથી સંપન્ન એવા પુત્રને જન્મ આપ્યો. શાંતિનાથ પ્રભુએ પુત્રનું નામ દેખાયેલા સ્વપ્ન અનુસાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
१८