________________
સાથે ગુણવાથી ત્રીસ ભેદ બીજા પણ થઈ જાય છે. આ ત્રીસ ભેદને પણ રાગ અને શ્રેષથી ગુણવાથી ચક્ષુદ્રિના વિકારના સાઠ ભેદ નિષ્પન્ન થઈ જાય છે. મારા
ધ્રાણેનિદ્રયના સુગંધ અને દુર્ગધ એ બે પ્રકારને વિષય છે. તથા એને વિકાર બાર ૧૨ પ્રકાર છે. સુગંધ અને દુર્ગધ રૂપ વિષય સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી છ પ્રકારને છે તથા એ છ એ પ્રકાર રાગ અને દ્વેષના ભેદથી બાર ૧૨ પ્રકારના થઈ જાય છે. તેવા
રસના ઈન્દ્રિયને વિષય રસ છે. બે પાંચ પ્રકાર છે. તીખા, કડવા આદિ! એ એના ભેદ છે. વિકાર ૬૦ સાઠ છે. આ પાંચેય વિષય સચિત્ત, અચિત્ત, અને મિશ્રના ભેદથી પંદર ૧૫ ભેદ વાળા થઈ જાય છે તથા શુભ અને અશુભના ભેદથી એ પંદર ૧૫ પ્રકાર ત્રીસ ૩૦ ભેદવાળા થઈ જાય છે. અને આ ત્રીસ ભેદેને રાગ અને દ્વેષની સાથે ગુણવાથી રસનેન્દ્રિયના વિકાર ૬૦ સાઠ થઈ જાય છે. તે
સ્પન ઈન્દ્રિયને વિષય આઠ પ્રકારને સ્પર્શ છે. એ ઠંડી, આદિ આઠ સ્પના સચિત્ત આદિ ભેદથી વીસ ૨૪ તથા એ વીસને શુભ અને અશુભથી ગુણવાથી અડતાલીસ ૪૮. તથા અડતાલીસને રાગ અને દ્વેષની સાથે ગુણવાથી આ સ્પશન ઈન્દ્રિયના વિકાર છ૯૬ થઈ જાય છે. પા.
આ પ્રકારથી પાંચ ઇન્દ્રિઓના સઘળા વિકાર બસને ચાલીસ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષય તેવીસ ૨૩ અને તેના વિકાર ૨૪૦ થયા ઈન્દ્રિયના ભેદ પાંચ ૫ આ સઘળાને પરસ્પરમાં જોડી દેવાથી બને અડસઠ ૨૬૮ ભેદ શત્રુઓના થઈ જાય છે. આમાં સહુથી મોટા શત્રુ મનને પણ જોડી દેવું જોઈએ. સઘળા ભેદ પરસ્પર જોડવાથી પાંચ હજાર ચાર ઓગણેતર ૫૪૬૯ ભેદ શત્રુઓના થઈ જાય છે. તથા હાસ્યાદિક છ ના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી આ સઘળાના ચોવીસ ભેદ થઇ જાય છે. એમાં ત્રણ વેદ સ્ત્રી વેદ, પુંવેદ તથા નપુંસક વેદ મેળવવાથી નોકષાયના સત્તાવીસ ભેદ થાય છે. આ સત્તાવીસને પાછલા ભદેમાં મેળવવાથી પાંચ હજાર ચારસો છ— ૫૪૯૬ ભેદ શત્રએ ના થાય છે. તથા સૂત્રસ્થ સર્વશત્રુ શબ્દ બીજા પણ શત્રુ સ્વરૂપ જે મિથ્યાત્વ આદિ છે એને પણ ગ્રહણ કરી લેવા જોઈએ.
કઈ ટીકામાં અહીં એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે “જેકે ચાર કષાયોના અવાન્તર ભેદની અપેક્ષા સોળ ભેદ થાય છે તથા નવ નોકષાયના સંમિલનથી ૨૫ પચીસ ભેદ થાય છે. પછી તે સહસ્ત્ર ભેદ તે થતા નથી. એટલે આથી “ગળના સન્ના મનસિ ગોયમા” એવું જે કહેવામાં આવેલ છે. તેને નિર્વાહ આ રીતથી કરી લેવું જોઈએ. કે, એ કષાય દુર્જાય છે. દુર્જય હેવાથી તેની સહસ્ત્ર સંખ્યા કહેવામાં આવે છે. ટીકાકારનું આ કહેવું અસંગત છે કેમકે, પૂર્વોકત પ્રકારથી અનેક સહસ્ત્ર સંખ્યા શત્રુઓની થઈ જાય છે. એ સંખ્યા ઉપર બતાવવામાં આવેલ છે. ૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૯