________________
પિતાના પુત્રને સેંપી દીધું અને સંયમ ધારણ કરવામાં ઉત્સાહિત બન્યા. સુવર્ણ બાહની દીક્ષા ધારણ કરવાની આ પર્યાય ભગવાન જગન્નાથ તીર્થકરના જ્ઞાનમાં ઝળકી. આથી તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પુરાણપુરમાં પધાર્યા તીર્થકરના સમવસરણને વૃત્તાંત સાંભળીને સુવર્ણ બાહુચક્રવતી તેમની સમક્ષ ગયા અને તેમને વંદના કરી કહેવા લાગ્યા કે, હે ભદન્ત ! હું જન્મ, જરા, અને મરણના ભયથી વ્યાકુળ ચિત્તવાળો બની રહેલ છું. આથી આપ મને દીક્ષા આપે. ચક્રવતીનાં આ પ્રકારના નિવેદનને સાંભળીને જગન્નાથ તીર્થકરે તેમને દીક્ષિત કરવાનું સ્વીકાર્યું અને દીક્ષા આપી. મુનિ થઈને વીસ સ્થાનેની તેમણે આરાધના કરી. એથી ક્રમશઃ તેઓ ગીતાર્થ બની ગયા અને અતિ દુષ્કર એવુ તપ તપવા માંડયા તપસ્યાના પ્રભાવથી તેમને તીર્થંકર નામ દમને બંધ થઈ ગયા.
એક દિવસ જ્યારે તેઓ ગુરૂની આજ્ઞા લઈને એકાકી અપ્રતિબદ્ધ વિહારથી વિહાર કરતાં કરતાં ક્ષીરવણા નામની અટવીમાં ક્ષીર મહાગિરિની સમીપમાં પહોંચ્યાં. અને ત્યાં સૂર્યની સામે ધ્યાન લગાવીને કાર્યોત્સર્ગથી ઉભા રહ્યા હતા ત્યારે કુર. ભીલને જીવ જે નરકમાં નીકળીને એજ વનમાં સિંહની પર્યાયથી ઉત્પન્ન થયેલ હતે. તે રખડતે રખડતે એ સમયે ત્યાં આવી પહોંચ્યો. અને તેની દૃષ્ટિ કોત્સર્ગમાં સ્થિત એવા મુનિરાજ ઉપર પડી. દષ્ટિ પડતાં જ પૂર્વભવના વેરના સંબંધને લઈ મુનિરાજ ઉપર આક્રમણ કરવાને તેણે વિચાર કર્યો. અને વિચાર આવતાં જ તેનામાં ક્રોધનાં અંકુરો ઉપસી આવ્યાં અને એકદમ કે ધાતુર બનીને રાક્ષસની જેમ મુનિરાજની તરફ દેટ દીધી. મુનિરાજે યમરાજની જેમ આવતા એ સિંહને જે. એટલે એ સમયે તેમણે ચારે પ્રકારનાં આહારને પરિત્યાગ કરી અનશન કરી લીધું. સિંહ ઉછળીને તેમના ઉપર પ્રહાર કર્યો. અને તેમના શરીરમાંના માંસને લચી લીધું. આથી તેમનું સઘળું શરીર લેહીથી લથબથ થઈ ગયું. આવી અવસ્થામાં પણ મુનિરાજે પિતાનું શુભધ્યાન છેડયું નહીં. અને વિનશ્વર એવા શરીરને પરિત્યાગ કરી દીધે.
આ આઠમે ભવ થયો નવમે દેવભવ આ પ્રકારનો છે–
એ સુવર્ણબાહુ મુનિરાજનો જીવ દસમા સ્વર્ગમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરની આયુનાળા દેવની પર્યાયમાં ઉત્પન થયે. તથા એ સિંહ પણ કાળાન્તરમાં મરીને ચોથા નરકમાં દસ સાગરની આયુ ધારક નારકી બન્યું. અને ત્યાં તે નરકની અસહ્ય યાતનાઓ ભેગવતે રહ્યો જ્યારે તેની આયુ સમાપ્ત થઈ ચૂકી ત્યારે તે ત્યાંથી નીકળીને તીય ચ નીમાં વારંવાર જન્મ મરણ કરતાં કરતાં અંતમાં કઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રરૂપે ઉત્પન થયે. એના ઉત્પન થતાંની સાથે જ માતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨પ૭