________________
વિદ મુનીરાજ તે કાર્યોત્સર્ગ ધારણ કરીને બેસી ગયા. મુનિરાજે અવધિજ્ઞાન દ્વારા
એ જાણી લીધું હતું કે, આ મરૂભૂતિને જીવ છે અને બધાને એગ્ય છે. હાથી દોડતો દેડતે મુનિરાજની પાસે આવી પહોચ્યા ત્યારે મુનિરાજને સ્થિર જોઈને તેને ફોધ શાંત થઈ ગયો અને તે સ્થિરભાવથી મુનિરાજની સામે આવી ઉભું રહી ગયો, હાથીએ ક્રોધને ત્યાગી દીધા છે અને સ્થિર થઈને ઉભેલ છે તે જાણીને મુનિરાજે કાયોત્સર્ગને પાર કરી એ હાથીની ભલાઈના માટે આ પ્રમાણે કહ્યું- હે ગજરાજ ! શું તમે તમારા મરૂભૂતિના ભવને અને મને અરવિંદ રાજાને ભૂલી ગયા છે? તેમજ પૂર્વભવમાં ગ્રહણ કરેલ શ્રાવક ધર્મને પણ ભૂલી ગયા છો? તમેને એ ધ્યાનમાં નથી કે, પૂર્વભવમાં તમે મરૂભૂતિ હતા અને હું તમારે રાજા અરવિંદ હતો. આ પ્રકારે મુનીરાજે જ્યારે કહ્યું ત્યારે એ હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આથી તેણે એજ સમયે પિતાની સૂંઢને ઉંચી કરી મુનિરાજને નમન કર્યું. આ પછી મુનિરાજે તેને જીનેન્દ્ર ધર્મને ઉપદેશ આપ્યો. ધર્મને ઉપદેશ સાંભળીને હાથીએ તેનો અંગીક ૨ કરી લીધા. અને ગુણોના સાગર મુનિરાજને નમન કરીને પછી તે પિતાના સ્થાન ઉપર ચાલી ગયે. જ્યારે સાથેજને એ આ પ્રકારનું અદૂત દ્રષ્ય જોયું ત્યારે તેમના હૃદયમાં પણ ધર્મભાવની જાગૃતિ થઈ આવી અને હાથીના ચાલી ગયા પછી તેઓ મુનિરાજની પાસે આવી પહોચ્યા અને ખૂબજ ભકિતભાવ પૂર્વક મુનિરાજના ચરણમાં વંદન કરીને તેમને પૂછયું-ભગવાન! આપ કેણું છા? આપનો શું ધમે છે? આપનું નામ શું છે? મુનિરાજે ઉત્તરમાં પિતાનું નામ તથા ધર્મ આદિ સઘળો વૃત્તાંત કરી સંભળાવ્યું. પછીથી જીનેન્દ્રને ધર્મ કે છે એ પણ એમને સમજાવ્યું. અને કહ્યું કે, આ ધર્મ સંપૂર્ણ વિશુદ્ધ છે. આ પ્રકારનો મુનિરાજને ધાર્મિક ઉપદેશ સાંભળીને એ સઘળા સાથએ શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અને જીનેન્દ્ર માર્ગના અનુયાયી બની ગયા. મુનિરાજના ઉપદેશથી મારૂતિનો જીવ હાથી પણું મુનિની માફક ઈર્યાપથથી ચાલવા લાગે તથા છઠ આદિકનાં તપસ્યા પણ કરવા લાગ્યા. અને પારણાના દિવસે સૂકાં પાંદડાં વગેરેનો આહાર કરવા માંડે. જયારે તેને તરસ લાગતી ત્યારે તે વનસેંસ આદી જનાવર જેમાં આળોટતાં એવા પાણીના ખાડાઓમાંથી પાણી પીઈ લે. આ પ્રમાણે સઘળા ભેગેને પરિત્યાગ કરીને તે સર્વ પ્રકારના શુભાશયવાળો બની ગયે.
બીજી બાજુ પિતાના ભાઈ મરૂભૂતિને મારી નાખવા છતા પણ કમઠને કોધ શાન્ત ન થયો. અને એ ક્રોધથી બળી રહેલ એ એ કમઠ રખડી રજળીને મર્યો ત્યારે તેનો જીવ વિભાટવી માં કુકકુટ જતીના સર્પરૂપે સર્ષ પણાથી ઉત્પન્ન થયે. એક દિવસની વાત છે કે, મારૂભૂતને જીવ હાથી એજ વિધ્ય અટવીમાં ફરતે ફરતે સૂર્યના પ્રખર તાપથી ત્રાસ પામતે પાણી પીવા માટે તળાવની પાસે પહોંચે. હાથીને પાણી પીવા તળાવમાં જતાં સુપે જોઈ લીધા. આ સમયે પ્રખર એવા તાપને લઈ તળાવનું મોટા ભાગનું પાણી સૂકાઈ ગયું હતું અને ચારે બાજુ કાદવના થર જામી પડેલ હતા. પાણીની તરસથી અકળાઈ રહેલ એ હાથીએ કાદવમાં થઈને પાછુ તરફ જવા માંડયું પરંતુ વચ્ચેજ તે કાદવમાં ઉડે ખૂતી ગયે. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૦