________________
દશન અમે સઘળાને કરાવે. અમારી તમને આ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાને હે પુત્ર તમે સફળ કરો. આ પ્રકારનાં માતા પિતાનાં પ્રેમભર્યા વચનોને સાંભળીને ભગવાને કહ્યું, પૂજ્ય ! આપ લોકે વિવાહ કરવા માટે હવે મને આગ્રહ ન કરો. કેમકે, હિતેચ્છુ જ હોય છે તેઓ પોતાના પ્રિયજનને હિતકારી માર્ગમાં જ પ્રવતિત કરાવે છે. અહિતકારી માર્ગમાં નહીં. જેને પ્રારંભ કાળજ આટલાં પ્રાણીઓના નાશનું કારણ બને છે તે તે વિવાહકત્ય મારા કલ્યાણ માટે કઈ રીતે બની શકે ? સુકૃત્ય કરનારા મનુબેનું કૃત્ય પરલેક સુધારવામાં જ સફળ બને છે. આ પાત રમણીય ભોગાદિકમાં નહીં. ભગવાનનાં આ પ્રકારનાં વચનેને સાંભળીને માતાપિતાએ તેમને કાંઈક વધુ કહેવા સમજાવવા પ્રારંભ કર્યો એ સમયે કાતિક દેવનાં આસન કપાયમાન બન્યાં અને એથી તેમણે પિતાના અવધિજ્ઞાનથી ભગવાનના તીર્થ પ્રવર્તનના સમયને જાણીને તુરતજ પ્રભુની પાસે આવી પહોંચ્યાં અને કહેવા લાગ્યા પ્રભુ! આપ તીર્થની પ્રવૃત્તિ કરે પછીથી સમુદ્રવિજય વગેરેની પાસે જઈને તેઓએ કહ્યું, આપ લોક ઘણજ પુન્યશાળી છે કારણ કે આપના કુળમાં સ્વયં ભગવાન તીર્થકરને જન્મ થયેલ છે. આથી અત્યારના પ્રસંગે વિષાદ કરો આપના માટે ઉચિત નથી. એ તે ભગવાન છે દીક્ષા લઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી તેમના દ્વારા ધમતીની પ્રવૃત્તિ થવાની છે. સઘળું વિશ્વ આનંદિત થશે. આ પ્રકારનાં વચનોને સાંભળીને સમુદ્રવિજય તથા બીજી યાદવેને અપાર હર્ષ થયે આ પછી ભગવાને પોતાના રાજયમાં પાછા ફરીને વાર્ષિક દાન દેવાને પ્રારંભ કરી દીધા.
બીજી તરફ જ્યારે રાજુલે અરિષ્ટનેમિકમારને પાછા ફરતા જોયા ત્યારે એના દિલમાં શોકને સમુદ્ર ઉમટી પડશે. જેમ માથે વજ પડયું હોય તેવી દશા એ બિચારી રાજુલની થઈ ગઈ. અને તે જમીન ઉપર પછડાઈ પડી સખીઓએ તાત્કાલીક શીતળ ઉપચાર કરીને તેને શુદ્ધિમાં આણ શુદ્ધિમાં આવતાં જ તે દુઃખથી વ્યાકુળ ચિત્તવાળી બનીને દુઃખ ભરેલા વિલાપ કરવા લાગી. તે બોલવા માંડી કે, હે નાથ ! આપ ! કાંઈ પણ કહ્યા સિવાય અચાનક મને છોડીને કેમ ચાલ્યા ગયા? આપના જેવા સમજદાર માણસ પણ પોતાનામાં અનુરકત એવા જનનો પરિત્યાગ કરી દે છે તે ઘણાજ આશ્ચર્યની વાત છે કેમકે, આ સંસારમાં ખાસ કરીને મોટા લેકનું જ બીજા માણસે અનુસરણ કરતા હોય છે. જ્યારે આપે આવું કર્યું છે તે બીજા લોકો પણ આ પ્રકારનું વર્તન કરવાથી હવે કઈ રીતે રોકાઈ શકે? પછી આ પ્રકારની હાલતમાં કન્યાઓની કેવી હાલત થશે એને આપે કેમ વિચાર ન કર્યો? આપ તેિજ આપના મનને પૂછીને વિચારજો કે, આપે છેડીને પાછા ચાલ્યા જવાનું જે કામ કરેલ છે તે વ્યાજબી કરેલ છે ? કદી નહીં. આપના જેવી વિશિષ્ઠ વ્યકિતઓ માટે એ કઈ રીતે ઉચિત માની શકાય તેમ છે. જેમને એના ભાગે મોટાઈ આપેલ છે એમનું તે એ કર્તવ્ય થઈ પડે છે કે, તેઓ ભૂલથી પણ પિતાના આશિતજનને પરિત્યાગ નથી કરતા. તે પછી આપે શું સમજીને આવું કરેલ છે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૩