________________
કે, મહારાજ ! ભદ્રાએ પોતાના પુત્રની તરકકીના નિમિત્તે આ ટલે ભયંકર અનર્થ કર્યો અને એ પુત્ર તે આ સમયે અહીંયાં જ છે. ઘણાં જ દુઃખની વાત છે કે, જીવ બીજાના માટે આ ભયંકર અનર્થ ઉભું કરીને પિતાના ભવિષ્યને કાંઈ પણ વિચાર કરતું નથી–ધ્યાન રાખતું નથી. અને જેના માટે આવે અનર્થ કરવામાં આવે છે તે પણ તેને એવા સમયે કાંઈ પણ સાથ આપતો નથી. આવા સાર વગરના અને સ્વાથી સંસારને ધિકાર છે. આ પ્રકારનો પિતાનો હાર્દિક મનોરથ કેવળી ભગવાનની સમક્ષ પ્રગટ કરોને સુગ્રીવ રાજાએ ત્યાંજ પિતાના પુત્ર સુમિત્રને રાજ્યના અધિપતિ તરીકે જાહેર કરી પોતે દીક્ષિત થઇ ગયા. સુમિત્ર પોતાના મિત્ર ચિત્રગતિની સાથે ત્યાંથી નગરમાં પાછા ફરીને પોતાના ભાઈ પના માટે કેટલાક ગામ આપ્યાં. પરંતુ દુર્બ દ્ધિ પદ્મ લજજીત થવાથી ત્યાં ન રહ્યો. અને કેઈને કાંઈ કહ્યા સિવાય ગુપચુપ કયાંક ચાલ્યો ગયો. ચિત્રગતિ પણ કેટલાક દિવસ ત્યાં પિતાના મિત્ર બની ગયેલ સુમિત્ર રાજની સાથે રહીને પછીથી તેની રજા મેળવીને પિતાના નગરમાં પહોંચી ગયા.
આ વાત અનંગસિંહ રાજા કે જે વૈતાદયગિરિન દક્ષિણ શ્રેણીમાં આવેલા શીવસ% નામના નગરના અધિપતિ હતા તેના પુત્ર કમળના કાને પહોંચી આ કમળ રત્નવતી (પૂર્વભવની ધનવતીને જીવ)નો ભાઈ હતો. તેણે કામના વશમાં બનીને કલિંગ દેશના અધિપતિ કનકસિંહની રાણી કે જે ચક્રપુર નગરના રાજા સુમિત્રની બહેન કુસુમશ્રી હતી તેનું હરણ કર્યું. કુસુમશ્રીનું હરણ થવાના સમાચાર સુમિત્રના મિત્ર ચિત્રગતિને કોઈ વિદ્યાધરના મેઢેથી મળ્યા. ત્યારે તેણે આ સમાચાર સાંભળીને કમળે પિતાની વિદ્યાના પ્રભાવથી પિતાના મિત્ર સુમિત્રની બહેનનું હરણ કરેલ છે તે જાણી લેતાં શિવસધ નગર ઉપર ચડાઈ કરી. અને ત્યાં પહોંચીને તેણે યુદ્ધમાં કમળને પરાસ્ત કરી દીધું. જયારે પોતાના પુત્રને યુદ્ધમાં પરાસ્ત થયાનું અનંગસિંહે સાંભળ્યું ત્યારે તે ક્રોધિત થઈને ચિત્રગતિની ઉપર સિંહની માફક એકદમ ધસી આવ્યું. ચિત્રગતિએ આ પ્રમાણે પોતાના ઉપર ધસી આવતાં અનંગસિંહને જે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૪