________________
હતે તે સ્થળે આવી પહોંચ્યા. મંત્ર આદિ દ્વારા દરેક પ્રકારની ચિકિત્સા કરવા છતાં પણ તેની મૂચ્છ ન વળી ત્યારે સુગ્રીવને ઘણું ભારે ચિંતા થઈ અને તે આવી અવસ્થામાં એના ગુણોને યાદ કરી કરીને વિલાપ કરવા લાગ્યા. ભદ્રા રાણી એ સમયે ભાગીને કયાં ચાલી ગઈ હતી તેની કેઈને ખબર ન હતી. લોકોએ જ્યારે તેને આ સ્થળે ન જોઈ ત્યારે એ નિશ્ચય કરી લીધું કે, કુમારને એ ભદ્રા રાણીએ ઝહેર આપેલ છે. આ કારણથી જ તે આવા આપત્તિના સમયે પણ દેખાતી નથી. જેમ લસણની ગંધ છુપાવવા છતાં પણ છુપાવી શકાતી નથી તેવી રીતે પાપીનાં પાપ કર્મો પણ છુપાવવા છતાં છુપાતાં નથી. એ તે બધાની સામે પ્રગટ થઈને બોલેજ છે. આ સમયે ભાગ્યવશાત ધનને જીવ ચિત્રગતિ નામને વિદ્યાધર આકાશ માર્ગથી કઈ જગ્યાએ જઈ રહેલ હતો. તેણે જ્યારે સુમિત્રકુમારની વિપત્તિના શોકથી વ્યાકુળ બનીને અન્તઃપુર તેમજ પુરવાસી તેમજ પરિજન સાથે કરૂણ વિલાપ કરી રહેલા સુગ્રીવ રાજાને સાંભળ્યા ત્યારે તે આકાશ માર્ગથી ત્યાં ઉતર્યો. અને રોવાનું સઘળું કારણ જાણીને તેણે એ સમયે મંત્રથી પાણને મંત્રીને તે કુમારની ઉપર છાંટયું. એ પાણીના છાંટવાથી કુમારની બેહોશી દૂર થઈ ગઈ ત્યારે સચેત બનીને “આ જનમેદની અહીં કેમ એકત્રિત થયેલ છે” એવું કુમારે પૂછયું. પિતા સુગ્રીવે કુમારને કહ્યું-બેટા ! તમારી ઓરમાન માતાએ તમને ઝહેર આપેલ હતું. જેના પ્રભાવથી તમે મૂછિત બની ગયેલ હતા. પુરવાસીઓએ તમારા મૂછિત થવાની વાત જ્યારે જાણી ત્યારે સઘળા શોકથી વ્યાકુળ બનીને અહીં આવેલ છે. અનેક પ્રકારના ઉપચારે કરવા છતાં પણ તમે જ્યારે નિર્વિષ ન બની શકયા ત્યારે સઘળાને બેહદ ચિંતા થવા લાગી. આ સમયે ભાગ્યવશાત નિષ્કારણબંધુ આ મહાશય પણ અહીં આવી પહોંચ્યા. તેઓએ તમારી આ પરિસ્થિતિને જોઈને તેમણે મંત્રથી પાણીને મંત્રીને અને મંત્રાયેલા પાણીને જ્યારે તમારા ઉપર છાંટયું ત્યાં તે જોતજોતામાંજ તમે એકદમ સ્વસ્થ બની ગયા. પિતાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને કૃતજ્ઞતા પ્રદાર્શત કરતાં કરતાં સુમિત્રે હાથ જોડીને કહ્યું-ભાઈ! આપ ઉપકારી આપનું નામ તથા વંશને પરિચય આપીને મારા કાનને પવિત્ર કરો આપ જેવા બીન સ્વાર્થે ઉપકાર કરનાર બંધુઓનું નામ તેમજ શેત્રને જાણવું એ સુખકારક હોય છે. કુમારને આગ્રહ જાણીને ચિત્રગતિએ પિતાનો યથાવત સઘળો પરિચય આપી દીધો. પરિચય પામીને કુમારે પોતાના અહોભાગ્યને જણાવતાં કહ્યું-ઝહેર અને ઝહેરના આ૫નારે મારા ઉપર એ મહાન ઉપકાર કર્યો કે, કોઈ પણ જાતને આંતરિક પરિચય સિવાય અમૃત વૃષ્ટિની માફક આપના દર્શનનો લાભ અમને મળી ગયો. નહીં તે આપના દર્શનનો લાભ અને કઈ રીતે મળવાનો હતે. એ કેવળ દુર્લભજ હતા. હવે કહો બાલ મૃત્યુ જેવા દુર્ગતિથી મારી રક્ષા કરવાવાળા તથા જીવતદાન આપવાવાળા એવા આપના ઉપર અમો કે પ્રતિ ઊપકાર કરી શકીયે. જ્યારે સુમિત્રે આવું કહ્યું તે ચિત્રગતિએ હસીને કુમારને કહ્યું કે, કર્તવ્ય પ્રતિ ઊપકારની ભાવનાવાળું હોતું નથી. મનુષ્ય માત્રને આપત્તિમાં એક બીજાની સહાયતા કરવી એ સ્વાભાવિક ધર્મ છે. આથી આપ પ્રાત ઊપકારની ચિંતા ન કરે. આપ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૨