________________
તે રાજાને કહી રહ્યા હતા કે, એટલામાંજ નગર નિવાસીઓએ પોતાના નગરમાં તેના પગલાને જોઈને તે હાથીનુ આવવુ. રાજા પાસે જાહેર કર્યું. રાજા આ વાતથી જાણકાર બનીને પાતાના રાજપુરૂષોને કહેવા માંડયા-જીએ ચપ્રદ્યોતન અહી' કેવી રીતે આવ્યા ? આ સમયે રાજમહેલની એક દાસીએ આવીને રાજાને ખબર આપી કે મહારાજ ! સુવણુંગુલીકા દેખાતી નથી. એ સમાચાર સાંભળતાંજ રાજાના દિલમાં નક્કી થઈ ગયુ કે, અવશ્ય સુત્ર ગુલીકાનું હરણ કરવા માટેજ ચડપ્રદ્યોતન અહી આવેલ હશે. આ પ્રકાર વિચાર કરીને તેના આવા નિ ંદિત કૃત્યથી ક્રોધિત બનીને રાજાએ તે સમયે પેાતાના એક દૂતને સમાચાર પહોંચાઢવા ચંડપ્રદ્યોતન પાસે મેકલ્યા. દૂતે ત્યાં જઈને ચ’પ્રદ્યોતનને કહ્યુ’-રાજન ! જેના પરાક્રમથી ભલભલા શત્રુએ તેનાથી દબાઇને શરણાધીન બનેલ છે તેવા મહાપ્રતિભાશાળી ઉદાયન રાજાએ મને સ ંદેશા પહાંચાડવા આપની પાસે મેકલેલ છે કે, તમે અમારા નગરમાં ચારની માફ્ક આવીને મારી સુવર્ણાંગુલીકા દાસીનું હરણ કરી ગયેલ છે. તે કામ સારૂં નથી કર્યું, એનું પરિણામ ખૂબજ ખરાખ આવશે, જે ચાર હાય છે તે નીતિ અનુસાર દડને પાત્ર જ હેાય છે. તમેા નિલજ્જ બનીને આવા કૃત્યમાં પ્રવૃત્ત થયા ા તા પછી તમેાતે ફ્રેંડ શા માટે આપવામાં ન આવે ? આ સઘળા વિચારાથી હું તમને શિક્ષા આપવા માટે તમારા નગર ઉપર ચડાઇ કરીશ. આથી તમે લડાઈ માટે તૈયાર રહેશે. આ પ્રકારના ઉદાયન રાજાએ મેાકલેલા સમાચાર નૂતના માઢેથી સાંભળીને ચંડપ્રદ્યોતન રાજાએ ક્રોધમાં આવીને દૂતને કહ્યું ! શું તમે જાણતા નથી કે, જે રાજા સમથ હાય છે તે, ચાહે તેના રત્નનું હરણ કરી શકે છે. તેમાં લજજાની કાઇ વાત નથી, મે' એવું જ કરેલ છે. આથી ઉદ્ભાયન રાજાના દાસી રત્નને હરણ કરવાવાળા મને નિર્લજ્જ મતાવવા એ ઉચિત નથી. હવે રહી યુદ્ધ કરવાની વાત તે જઇને તેમને કહી દો કે, પતિ સાથે માથું ટકરાવનારનુ જ માથું ફૂટે છે. પર્વતનું' કાંઇ બગડતું નથી. બિચારા ઉદાયનમાં એવી કઇ શકિત છે કે, તે મારા સામના કરી શકે? શું તેને ખબર નથી કે, મારા ગંધહાથીની સામે પર્યંત પણ ટકી શકતા નથી. તો પછી ઉદાયનના મામુલી હાથીએનું તે શુ સામર્થ્ય છે કે, જે એની સામે ટકકર લઇ શકે, ? છતાં પણ જો તેને યુદ્ધ કરવાની ઉમ્મીદ થઇ રહી હોય તે તેને માટે મારૂ આમત્રણુ છે. યાદ રાખજો કે, તે અહીથી જીવતા જઈ શકશે નહી. નિયમથી મૃત્યુના અતિથિ અનીને જ પાછા જશે. આ પ્રકારના ચંડપ્રદ્યોતનના સ ંદેશાને સાંભળીને કૃત વીતભય પાટણ પાછે ર્યાં અને ઉદાયન રાજાને અક્ષરશઃ જે કાંઇ ચડપ્રદ્યોતને કહ્યું હતું તે કહી સંભળાવ્યુ. તથા એ પણ કહી દીધું કે, મહારાજ ચંડપ્રદ્યોતન આપની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ રહેલ છે. તે પેાતાના અન્યાયને પણ ન્યાયનીજ તુલા ઉપર તાળી રહેલ છે. આથી એવી અન્યાયી વ્યકિતના મદ અવશ્ય ઉતારવા જોઇએ. દૂતની વાત સાંભળીને તુરતજ રાજાએ યુદ્ધની ઘેષણા કરાવી દીધી. સેનાપતિને એવા પણ આદેશ આપ્યા કે, આપણા અનુયાયી જે દસ રાજા છે તેને પણ આ સંદેશા પહેાંચાડી દો. જેથી તેએ પણ પેાતાની સેનાને સાથે લઈને આપણી સહાયતા માટે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૪