________________
દ્વિમુખ રાજા કી કથા
દ્વિમુખ રાજાની કથા આ પ્રમાણે છે—
પાંચાલ દેશમાં કામ્પિલ્યપુરમાં જયવર્મા નામે એક રાજા હતા. તેની પટ્ટરાણીનુ નામ ગુણમાલા હતું. રાજા અને રાણી પેાતાના પુણ્યફળને ભાગવીને પેાતાના સમય આનંદ થીવિતાવતાં હતાં. એક સમયની વાત છે કે, જ્યારે આસ્થાનમડપમાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા એક દૂતને કૌતુકની સાથે પૂછ્યું, તમેએ તે અનેક રાજ્ય જોયાં છે તેા કહા ! એમાં કઈ વિશિષ્ટતા જોઈ કે, જે મારા રાજ્યમાં તમારા જોવામાં આવતી ન હોય. રાજાની વાત સાંભળીને તે કહ્યુ, મહારાજ ! માપના રાજયમાં ચિત્રશાળા નથી. દૂતની વાત સાંભળીને રાજાએ ગૃહનિર્માણમાં અત્યંત જાણકાર એવા શિલ્પિએને મેલાવીને તેમને કહ્યુ, તમે લેકે મારા માટે એક સર્વાંગ સુંદર એવી ચિત્રશાળા તૈયાર કરો. રાજાની આજ્ઞાને માનીને શિલ્પિ એએ ચિત્રશાળા બનાવવાના પ્રારંભ કર્યો. સહુથી પહેલાં તેમણે પાયા ખાદ્યો આ કામ પાંચ દિવસ સુધી ચાલ્યુ. પાંચમા દિવસે તેમને ત્યાંથી તેજથી ચમકતે રત્નમય મુગટ ખેાકામમાં મળ્યા. આ વાત શિલ્પિએ રાજાની પાસે જઇને કહી, રાજાએ અત્યંત હર્ષોંથી સપરિવાર આવીને તે મુગટને લીધે અને શિલ્પિઆને વસ્ત્રાદિક વગેરેથી સત્કાર્યો. ધીરે ધીરે ચિત્રશાળા તૈયાર થઈ ગઈ. ભીતમાં જડેલા મણીગણાથી એ ચિત્રશાળા ખૂબ પ્રકાશિત દેખાવા લાગી. દેવી જેવી વિવિધ માણીકય પુતળીઓથી અધિષ્ઠિત કરવામાં આવેલી એ ચિત્રશાળા દેવવિમાનના અનુપમ ધામ સરખી બની ગઈ. તેમાં જે તારણ લગાડવામાં આવેલ હતાં તે મણીઓનાં હતાં. આથી તેના પ્રકાશને કારણે તે ઇન્દ્ર ધનુષથી પણ તે અતિ શાભાયમાન લાગતી હતી. તેનુ કુરૃિમ તળ-આંગણું પાંચ વધુના મણુિએથી બનાવવામાં આવેલ હતું. તેના ઉપર જે શિખર બનાવવામાં આવેલાં તે ખૂબ ઉચાં હતાં તેમાં રત્ને જડેલાં હતાં. તેનાથી એમ લાગતું હતું કે “સુધર્મસભા શું મારાથી પણ અધિક સુંદર છે ?” માનેા કે આ વાતની તપાસ કરવા માટે તેણે પેાતાના મસ્તકને ઉન્નત બનાવેલ છે. ત્યાં મસ્તકના સ્થાનાપન્નરૂપ શિખર અને તેમાં લાગેલા રત્નાને નેત્રના સ્થાનાપન્નરૂપ જાણવાં જોઇએ. શિખરી ઉપર જે ધજાઓ લગાવવામાં આવી હતી તે પવનથી ઉડતી હતી ત્યારે એવી વાત મનમાં આવતી હતી કે આ ચિત્રશાળાની રચના જોવાથી જગતભરને વિસ્મય બનાવી દીધેલ છે તેને જોવા માટે તે દેવાન ખેલાવી રહેલ છે. આ પ્રમાણે સર્વાંગ રૂપથી પૂર્ણ સુશે ભિત એવી એ ચિત્રશા ળામાં રાજાનું સિ’હાસન ગઠવવામાં આવ્યું. રાજા ખેાદકામમાં મળેલા મુગટને પહેરીને તેની ઉપર બેસતા હતા. આ મુગટના પ્રભાવથી તેને જોવાવાળાની નજરમાં તે રાજા એ મેઢાવાળા-દ્વિમુખી દેખાતા હતા. આ કારણે લેકમાં “ દ્વિમુખ આ નામથી એની પ્રસિદ્ધિ થઇ. દ્વિમુખ રાજા પેાતાની પ્રજાનું પાલણપોષણ પુત્રવત્ કરતા હતા. આ પ્રમાણે આનંદની સાથે પ્રશ્નનું સંરક્ષણ કરતાં કરતાં એ રાજાનો અનેક વર્ષોને સમય નીકળી ગયા. તેમને સાત પુત્ર હતા, પરંતુ એક પણ પુત્રો ન હતી. આથી રાજાની રાણી ગુરુમાલા વિશેષ ચિંતિત રહેતી હતી. એણે વિચાર કર્યા કે, પેાતાને સાત પુત્રો હોવા છતાં પણ કુળદ્રયની કીતિને અખંડ રાખવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
"
૧૦૬