________________
સાઠ સુધી નિરંતર સિદ્ધ બને તે વધારેમાં વધારે છે સમય સુધી સિદ્ધ બને છે. ત્યારબાદ અવશ્ય અન્તર પડી જાય છે.
આજ રીતે જે એકસઠથી આરંભીને તેર સુધી પ્રત્યેક સમયમાં નિરન્તર સિદ્ધ બનતા રહે તે વધારેમાં વધારે પાંચ સમય સુધી સિદ્ધ બને છે.
પાંચમાં સમય પછી અન્તર પડી જ જાય છે, અગર તોંતેર (૭૩) થી તે ૮૪ (ચેરાસી) સુધી નિરન્તર સિદ્ધ થાય તે વધારેમાં વધારે ચાર સમય સુધી નિરન્તર સિદ્ધ બને છે. પાંચમાં સમયમાં અન્તર પડી જાય છે. અર્થાત્ કઈ જીવ સિદ્ધ બનતા નથી અથવા પંચોસીથી આરંભીને છનું પર્યન્ત નિરન્તર સિદ્ધ થાય તે લાગલાગઠ ત્રણ સમય સુધી સિદ્ધ બની શકે છે, ત્યાર બાદ અંતર પડી જાય છે.
અથવા સત્તાણું (૭) થી આરંભી એકસે બે સુધી સિદ્ધ થાય તે લાગઠ બે સમય સુધી સિદ્ધ બને છે. ત્યાર પછી ત્રીજા સમયમાં અન્તર પડી જાય છે. અગર એકસે ત્રણથી (૧૦૩) થી આરંભીને એકસો આઠ સુધી (૧૦૮) સિદ્ધ બને તે એકજ સમય સુધી સિદ્ધ બને છે.
બીજા સમયમાં કેઈ જીવ સિદ્ધ થતું નથી. આ રીતે એક સમયમાં અધિકાધિક એકસો આઠ જીવ સિદ્ધ બની શકે છે, તેથી જ અનેક સિદ્ધો ઉત્કૃષ્ટ પણે એકસે આઠ સમજવા જોઈએ.
શંકાતીર્થ સિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બને ભેદમાં જ બાકીના બધા ભેદને સમાવેશ થઈ જાય છે, તે પછી શેષ ભેદોને સ્વીકારવાથી શું ફાયદો?
સમાધાન-તીર્થસિદ્ધ અને અતીથ સિદ્ધ આ બે ભેદમાં બધાનો સમાવેશ તે થઈ શકે છે, પરંતુ એમ કરવાથી આ બન્ને ભેદનું પરિજ્ઞાન થાય છે પણ શેષ ભેદ જણાતા નથી પરંતુ વિશેષનું જ્ઞાન કરાવવા માટે આ શાસ્ત્ર ની રચના થઈ છે, એટલા ખાતર શેષ ભેદોને ગ્રહણ કર્યા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
၄ မှ