________________
દરીયાપુરી સંપ્રદાયના પૂજય આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મહારાજ સાહેબના
સૂત્રો સંબધે વિચારે
નમામિ વીર ગિરી સારધીરે પૂજ્ય પાદ જ્ઞાન પ્રવરશ્રી ઘાસીસાલજી મહારાજ તથા પંડિતશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણું છની સેવામાં
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાનંદજીના ૧૦૮ પ્રણિપાત. આપ સર્વે થાણાઓ સુખ સમાધિમાં હશે નિરંતર ધર્મધ્યાન ધર્મારાધનમાં લીન હશે.
સૂત્ર પ્રકાશન કાર્ય ત્વરીત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચાશંગના એક એક ભાગ અહીં છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પંડિતજનોને સુપ્રિય થઈ પડે તેવી છે. સાથે સાથે ટીકા વીનાના મૂળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેને વિશેષ લાભ લઈ શકે. અત્રે પૂજ્ય આચાર્ય ગુરૂદેવને આંખે મેતી ઉતરાવ્યા છે અને સારું છે એજ. આસો સુદ ૧૦, મંગળવાર ત. ૨૫-૧૦-૫૫
પુનઃ પુનઃ શાતા ઈચ્છતે, દયા મુનિના પ્રણિપાત.
દરીયાપુરી સંપ્રદાયના પંડિત રત્ન ભાઈચંદજી મહારાજને અભિપ્રાય
રાણપુર તા. ૧૯-૧૨-૧૯૫૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિમુનિવરોની સેવામાં. આપ સવ સુખ સમાધીમાં હશો.
સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઈ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ. આપના પ્રકાશિત થયેલાં કેટલાંક સૂત્રો જેમાં સુંદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પંડિત નેને સુપ્રિય થઈ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માએને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના
લી. પંડિતરત્ન બાળબ્રહ્મચારી ૫. શ્રી ભાઈચંદ મહારાજ ની આજ્ઞાનુસાર શાન્તિમુનીના પાયવંદન સ્વીકારશે.
તા. ૧૧૫-પદ
વીરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માથી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજને અભિપ્રાય.
ખીચનથી આવેલ તા. ૧૧-૨–૫૬ ના પત્રથી ઊંધિત,
પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સૂત્રોનું લખાણ સુંદર અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય, પંડિત મુનિશ્રી સમરથમલજી મહારાજ, સમય એાછા મળ
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧