________________
[ ૧૮ ] –
– રાકેશ્વર મહાતીર્થ તેમાં આરસનું કામ–
બને સભામંડપ બિલકુલ (સ્ત, દીવાલે અને ઘુંમટ શીખે) મકરાણ-આરસના બનેલા છે. પરંતુ જૂના સભામંડપના મકરાણુના ઘુમટ ઉપર ચૂનાથી બેઠા ઘાટના શિખર જેવો આકાર બનાવીને તેના ઉપર કલઈ કરેલી છે.
મૂળ મંદિરને મૂળ ગભારે, તેની બાજુના બને ગભારા અને ગૂઢમંડપની દીવાલો ઉપર, બહારથી મકરાણાઆરસની ખેાળી ચડાવેલી છે. દેરીઓમાં આરસ લગાવેલ છે અને દેરીઓના સ્તો વગેરે ઉપર પાકી ક્લઈ કરાવેલી છે.
મૂળ ગભારાને અને ગૂઢમંડપને મુખ્ય દરવાજો, એ બને તદ્દન મકરાણના અને સુંદર કેરણયુક્ત બનેલા છે. વચ્ચે વચ્ચે રંગીન આરસના ટુકડાઓ સુંદર રીતે ગોઠવ્યા. છે. એ અને દરવાજાનાં કમાડે સુંદર કેરણીવાળાં અને ચાંદીના પતરાથી મઢેલાં છે. ગૂઢમંડપની બન્ને બાજુના બને દરવાજા પણ ખૂબ સુંદર કેરણીવાળા અને મકરાણાના બનેલા છે. ગૂઢમંડપના ભૂતલમાં ખૂબ ભભકાબંધ રંગબેરંગી મીનાકારી કામયુક્ત આરસ જડેલે છે.
ગૂઢમંડપની બને બાજુના બને ગભારાના દરવાજા, બધા સ્ત, ઘુંમટા, પાટડા, ભીંતે તેમ જ બને સભામંડપના સ્તંભે, પાટડા, ઘુંમટે, છજા વગેરે બધું મકરાણાનું બનેલું છે. બન્ને સભામંડપની જમીનમાં ભભકાબંધ અને મૂળ ગભરામાં, ભમતીની ઓસરીમાં તથા આખા ચોકમાં સારી રીતે આરસની લાદીઓ જડેલી છે. ભમતીના ત્રણે ગભારાના દરવાજાની બારશાખ કેરણીવાળા મકરાણુની બનેલી છે.