SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨: નવું મં]િ – -[૧૨] વિ. સં. ૧૮૬૮ ના અહીંના એક લેખમાં, અહીંની ભમતની દેરીઓમાંના ફૂટયા તૂટ્યા કામનું સમારકામ, દેરીઓની જાળીઓ અને ચેકમાં ફરસબંધી વગેરે કામ કરાવ્યાને ઉલ્લેખ છે. સં. ૧૮૬૮માં સમારકામ કરાવવાનો વખત આવ્યું, એટલે ભમતીની દેરીઓ વગેરે સં. ૧૮૦૦ પહેલાં જરૂર બની ચૂકયું હશે એમ જણાય છે. આ દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી સભામંડપે, બાવન જિનાલયની–ભમતીની દેરીઓ, ગભારા, શૃંગારકીઓ, શૃંગારકીની બહારની. ઓરડીઓ, ધર્મશાળાઓ, આખા કંપાઉંડ ફરતો કોટ વગેરે ધીમે ધીમે પાટણ-રાધનપુરના ગૃહસ્થ અને સમસ્ત સંઘ તરફથી સહાયતા મળતી ગઈ તેમ બનતું ગયું. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ તેમાં સ્થાપન કરાવીને તેમના પટ્ટધર શિષ્ય શ્રીમાન વિજય રત્નસૂરિજીએ જ તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૬૦ની આસપાસમાં કરી હોય તો તે બનવા ગ્ય છે. સં. ૧૭૫૦માં ઉપાધ્યાય શ્રીઉદયરત્નજી મહારાજની સ્તુતિને ચમત્કાર થયે ત્યાં સુધી તે નવા દેરાસરને પ્રારંભ પણ નહીં થયો હોય એમ સંભવે છે. તે (ચમત્કાર) વખતે કે ત્યારપછી મૂળ નાયકજીની મૂર્તિ સંધને સોંપાયા પછી નવા દેરાસરને પ્રારંભ થયે હેય. તાકીદે દેરાસરનો મૂલ ગભારે વગેરે તૈયાર કરાવીને તેમાં મૂળનાયક પ્રભુજીને પધરાવીને સં. ૧૭૬૦ની આસપાસમાં તેની પ્રતિષ્ઠા કરાવી લીધી હોય એમ જણાય છે. શ્રીમાન વિજયપ્રભસૂરિજી વિ. સં. ૧૭૪૯માં સ્વર્ગવાસી થઈ ગયા હતા, એટલે તેમના પદધર શ્રી વિજ્યરત્નસૂરિજીએ આ દેરાસરની પ્રતિષ્ઠા કરી હોય તેમ જણાય. છે. કેમકે તે વખતે તેઓ વિદ્યમાન હતા અને તપાગચ્છનાયકપટ્ટધર હતા.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy