________________
[૫૨ ]
- શ્વર દત્તો તેથી કઈ વખતે તે પિતાના કુટુંબ સાથે પિતાને ઉપયોગી વસ્તુઓ અને પૂજાની સામગ્રી ગાડામાં લઈને શખેશ્વરજીની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. રસ્તામાં જતાં જતાં એક રાત્રે ચોરોએ તેની બધી સામગ્રી લૂંટી લીધી. છતાં પિતાને અભિગ્રહ પૂર્ણ કરવા માટે તે જેમ તેમ કરીને શ્રી શંખેશ્વરજી પહોંચે. ત્યાં જઈ ભક્તિપૂર્વક શ્રી પાર્થપ્રભુજીની પૂજા કરીને પ્રભુસ્તુતિ કરતાં ભક્તિમાં મુગ્ધ બનેલ સુભટ શાહ કહેવા લાગ્યો કે હે પ્રભુ! ભક્તોનાં તમામ વિષ્ણો દૂર કરનાર અને ઈચ્છિત મને રથને પૂર્ણ કરનાર આ કામિત તીર્થ છે, એવી તમારી ખ્યાતિ દેવતાઓ પણ ગાય છે. તમે સર્વનાં સંકટ દૂર કરવામાં સમર્થ છે. તમે દુનિયાના રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, ચાર વગેરેના ભયે આદિને નાશ કરવાની શક્તિ ધરાવે છે. છતાં તમે પોતાના ઘરની પણ રક્ષા કરી શક્તા નથી. એટલે કામિતતીર્થપણાની તમારી જે ખ્યાતિ થઈ છે, તે નકામી છે-બેટી પડે છે. જે મનુષ્ય કે દેવ પિતાના ઘરની રક્ષા કરી શક્તા નથી તેની બહાર કંઈ પણ કિંમત અંકાતી નથી, બલ્ક પવન પણ તણખલાની માફક તેને ઉડાડી મૂકે છે.
સુભટશાહની ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિમુગ્ધ સ્તુતિથી ખુશી થયેલ અધિષ્ઠાયક દેવે તેની ચેરાઈ ગયેલી બધી વસ્તુઓ ચેર પાસેથી લાવીને તેના ગાડામાં મૂકી દીધી. એ જ વખતે સુભટશાહના પુત્રે આવીને વધામણી આપી કે પિતાજી! આપણું ચેરાઈ ગયેલી બધી વસ્તુઓ ગાડામાં જ છે. તે સાંભળીને શેઠ ઘણો જ ખુશી થયે. સાથે લાવેલ