________________
વિજાપુર વગેરેનાં મંદિરને ઉદ્ધાર (સં. ૧૬૩૯ થી ૧૬૪૬) સુધીમાં થયે.
શ્રીવિજયસેનસૂરિ મહારાજે જે તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, તેમાં આરાસણનું પણ નામ છે.
શ્રી. ધર્મસાગરની તપાગચ્છીયપટ્ટાવલીમાં જણાવ્યું છે કે
विमलाचल-तारङ्ग-नारंगपुर-शङ्केश्वर-पंचासर-राणकपुरारासणविद्ययानगरादिषु जीर्णोद्धरान् पुण्योपदेशद्वारा कारायन्तः ।
એક વખત શ્રીવિજયદેવસૂરિ પિસીના આવ્યા. એમના સમયમાં પિસીના મેટું ગામ હતું. તીર્થરૂપ હતું. શ્રાવકેની વસ્તી બની હતી પણ આજે તે ૧૫-૨૦ શ્રાવકેની માત્ર વસ્તી છે. પાંચ જૈન દેરાસર વિદ્યમાન છે. તેને તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યું.
આ પિસીનાના શ્રેષ્ઠીઓ પાસેથી આચાર્યશ્રીએ આરાસણું તીર્થ વિશે જાણ્યું. આરાસણ જવાને રસ્તે જાણી લીધે. તેઓ પિસીનાથી શ્રીસંઘ સાથે ૧૨ ગાઉ દૂર આવેલા આરાસણ તીર્થમાં આવ્યા.
જંગલમાં સુંદર દેવવિમાન જેવાં મંદિરની જીર્ણ અને એંધારી સ્થિતિ હતી. આસપાસ ઝાડી ને ઝાંખરા થઈ ગયાં હતાં. વરસાદનું પાણી તડેમાંથી પડતાં લીલફૂલ બાઝી ગઈ હતી અને તેથી મંદિરને વેત આરસ પણ ૧. ઐતિહાસિક સજઝાયમાલા ભા. ૧ સંપાદક મુનિ વિદ્યાવિજયજી, પરિચય લેખક-વિજયધર્મસૂરિ પૃ ૧૨ - -