________________
આ પ્રકારનાં પુરતાના પ્રકાશન માટે તેમજ આ ગ્રંથમાળાને પુનરુદ્ધાર કરવા માટે અમે શાન્તમૂર્તિ મુનિરાજ શ્રીજયંતવિજ્યજી મહારાજના ખૂબ જ ઋણી છીએ. સંવત ૨૦૦૫ની સાલમાં થયેલ એમના સ્વર્ગવાસ પછી પણ એમની પ્રણાલિ ચાલુ રાખવા માટે અમે યથાશક્ય પ્રયાસ કરી રહ્યા છીએ.
પ્રસ્તુત શ્રી. આરાસણુતીર્થ અપરનામ શ્રી. કુંભારિયાછતીર્થ સ્વ. પૂ. મુનિરાજ શ્રીજયંતવિજ્યજી મહારાજના ભક્તિપરાયણ શિષ્ય પૂ૦ મુનિ શ્રીવિશાળવિજયજી મહારાજે તૈયાર કરેલ છે. પિતાના સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપના કરેલી તેમજ તેઓ એક સુંદર સ્મારકરૂપે કાર્ય કરતી આ ગ્રંથમાળા સાથે તેઓ પિતાના ગુરુવર્યની જેમ ભારે લાગણું ધરાવે છે અને ગ્રંથમાળને વારંવાર સહાયતા કરાવવાની સાથે ગ્રંથમાળાનું કામ સારી રીતે આગળ ધપતું રહે એવી પ્રેરણા આડા રહે છે. એમની આ લાગણી માટે અમે એમના અને એમને ગુરુભાઈ મુનિરાજ શ્રીજયાનંદવિજ્યજી મહારાજના બહુ આભારી છીએ.
સ્વ. શેઠ શ્રી. ગોદડભાઈને સુશીલબંધુ શ્રી. રતિલાલભાઈ તથા તેમના સુપુત્રોએ સ્મારક નિમિત્ત આ પુસ્તક છપાવવામાં આર્થિક મદદ કરી છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.
આ પુસ્તકને સુઘડ સ્વરૂપમાં છપાવી તૈયાર કરી આપવા બદલ અમો અમદાવાદના શારદા મુદ્રણાલયના માલિકે શ્રી. શંભુભાઈ તથા શ્રી. ગોવિંદભાઈને આભારી છીએ. - આ પુસ્તકો સચિત્ર બનાવવા શ્રી જગન મહેતાએ કુંભાસ્મિાજીનાં મંદિરના લીધેલા આઠ ફટાઓ આપ્યા છે તે બદલ અમે તેમનો આહાર માનીએ છીએ. - આવાં લેકમેગી પ્રક્રીને વધારે પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકીએ એવી અભિલાષા સાથે આ પુસ્તક અમે જનતાના કરકમળમાં ભેટ ધરીએ છીએ.