SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિકમ જિન શાસનમાં વર્તમાનમાં થઈ રહેલાં જિનેન્દ્ર ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો તથા વિધિ વિધાનોમાં શાંતિસ્નાત્ર સિધ્ધચક્ર મહાપૂજન આદિ વિવિધ પૂજનો તથા જિનમંદિર નિર્માણ દરમ્યાન થતાં ભૂમિપૂજન ખાત મુહુર્તઆદિ સમસ્ત વિધાનો કુલ ૩૬ વિધાનોના સંગ્રહ રૂપે “પૂજન વિધિ સંપૂટ” (બાર પુસ્તિકાઓનો સેટ) ત્રણ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ. જેની નકલો બહુ ઝડપથી ખલ્લાસ થઈ જતાં તથા પૂજ્ય ગુરૂ ભગવંતો તેમજ વિધિકારોની સતત ડીમાંડને ધ્યાનમાં લઈને પુનઃ પ્રકાશન કરવાની આવશ્યકતા ઉભી થઈ. સોનામાં સુગંધ ભળે તેમ પુણ્યયોગે અરિહંત પરમાત્માના પરમ ઉપાસક પાર્શ્વ પ્રેમી મોહન ખેડાવાલા પૂજય ગુરૂદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના. પરમભક્ત, “લહેર કુંદન ગ્રુપ”ના મેનેજીંગ ડાયરેકટર (M.D.) શ્રી ગૌતમભાઈ જૈને સંપૂર્ણ આર્થિક સહયોગ આપી પુનઃ પ્રકાશનનો પૂર્ણ લાભ લેવાની ભાવના વ્યક્ત કરી મને પ્રોત્સાહિત કરવાથી આ પ્રકાશન કરવાનું શક્ય બન્યું છે. જેઓશ્રી પરમ ધર્માનુરાગી છે. જીવદયા પ્રેમી છે. સાધર્મિકના બેલી છે. શાસનનાં પ્રત્યેક નાનાં મોટા કાર્યોમાં સદૈવ સહયોગ આપતા હોય છે. ગઈ સાલ સિદ્ધગિરીમાં ૧૨૦૦ ભાવિકોને અદ્ભૂત ઉદારતા પૂર્વક ભવ્યાતિભવ્ય રીતે ચાતુર્માસ કરાવ્યું. અંતમાં ભવ્ય ઉજમણા સાથે ભવ્ય જિનભક્તિ મહોત્સવ કરાવી ઉધાપન કરાવેલ. વળી પોતાના માદરે વતન મેંગલવા રાજસ્થાનમાં સ્વદ્રવ્યથી જિનમંદિર નિર્માણ કરાવી રહેલ છે. પોતાને ધર્મ માર્ગે સદા પ્રેરણા કરનાર સાચા અર્થમાંજ ધર્મ પત્ની ચન્દ્રાબેનનો દરેક ધાર્મિક કાર્યોમાં સહયોગ અને પ્રેરણા હોય છે. આવા પુણ્યશાળીનો સાથ મળ્યો તેમાં મારૂં સૌભાગ્ય માનુ છું. શાસનદેવ તેમને દિન પ્રતિદન વધારે ને વધારે શક્તિ અને સદ્ભાવના આપે એજ અભ્યર્થના તા. ૦૯-૦૯-૨૦૦૯ મહેશભાઈ એફ શેઠ
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy