________________
||જીરાશમિષ વિધિ |
આ અઢાર અભિષેકવિધાન નવીન બિમ્બની પ્રાણપ્રતિષ્ઠા અંજનશલાકા પ્રસંગે, પૂજનિક બિમ્બો એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં આવ્યા હોય ત્યારપછી તેના શુદ્ધીકરણ માટે, અને જિન મંદિરમાં કાંઈ પણ આશાતના વગેરે થયા હોય તેનું નિવારણ કરવા માટે પણ કરવામાં આવે છે. (૧) અઢાર અભિષેકની સર્વસામગ્રી વ્યવસ્થિત તૈયાર કરી સુવિહિત ગુરૂમહારાજ શ્રી પાસે મંત્રાવવી. (વાસક્ષેપ કરાવવાપૂર્વક).
(૨) ઔષધિઓ અગાઉથી પલાળી દેવી જેથી તેનો પ્રભાવ આવે (૩) વિધિપૂર્વક રાગરાગણીથી સ્નાત્ર ભણાવવું.
अर्हतो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिता,
आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः,
पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।।१।। પછી-વજ્રપંજર સ્તોત્ર બોલી આત્મરક્ષા કરવી.