________________
|| શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ||
// લબ્લિનિધાન શ્રી શાન્તિનાથાય નમઃ ||
શ્રી લઘુ શાન્તિસ્નાત્ર વિધિ આવશ્યક સૂચનાઓ : કે સૌ પ્રથમ કુંભસ્થાપન, અખંડ દીપકસ્થાપન અને જ્વારા-રોપણ કરવું. છે કુંભસ્થાપન માટે કુંભચક્ર મળવું જરૂરી છે. તેમજ શુભ મુહૂર્ત કરવું.
કુંભસ્થાપન કર્યા પછી કુંભની સન્મુખ રોજ ત્રિકાળ સાત મરણ ગણાવાં જોઈએ. (સવારે નમિઉણ
તથા કલ્યાણમંદિર સિવાયનાં, બપોરે અને સાંજે તિજય પહત્ત અને કલ્યાણ મંદિર સિવાયનાં) હરિ કૂતરાં બિલાડાં કે ઉંદર આદિથી રક્ષણ થાય તેવા સ્થળે કુંભ સ્થાપનાદિ કરવાં. તથા કોઈનો
પગ વગેરે લાગે નહિ. અને હાલી ન જાય તેવી રીતે કરવાં. છે કાળાં કપડાં પહેરી કોઈ પ્રવેશ કરે નહિ. તેનો ખાસ ઉપયોગ રાખવો. છે આ સ્થાપનાઓ પ્રભુજીની જમણી બાજુ કરવી તથા પ્રભુજીની હાજરી અવશ્ય જોઈએ. દિ કુંભ માટીનો હોય તો કાળા ડાઘ વગરનો લેવો. વર્તમાનમાં જર્મનસીલ્વર કે ચાંદીના અષ્ટમંગલના
ઘડામાં કરાવવાની પ્રણાલિકા છે. દિ અંજનશલાકામાં અંજનની પીઠિકા અન્ય સ્થળે હોય તો ત્યાં પણ કુંભસ્થાપન દીપકસ્થાપન કરવાં.