________________
વિભાગ-૩ એક હજાર કળશો તૈયાર કરવામાં આવ્યા. આ કળશ ૨૫ યોજન ઉંચા, ૧૨ યોજન પહોળા અને એક યોજનના નાળચાવાળા હતા. ઈન્દ્રો વગેરે કુલ ૨૫૦ વિશિષ્ટ દેવ-દેવિઓ અભિષેકનો લ્હાવો લે છે. તે દરેક આઠેય જાતિના તમામ કળશોથી ૮-૮ વાર અભિષેક કરે છે. સૌથી છેલ્લે બીજા દેવલોકના ઈન્દ્ર ઈશાનેન્દ્ર પ્રભુને પોતાના ખોળામાં ધર્યા અને સૌધર્મેન્દ્ર પ્રભુને વૃષભ રુપ ધરીને અભિષેક કર્યો. પ્રભુનો ભવ્ય જન્માભિષેક ઉજવીને દેવો નંદીશ્વર દીપમાં ઉત્સવ કરી દેવલોકમાં પાછા ફર્યા. ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી પરમાત્મા નિર્વાણ પામ્યા. હાલ ૨૧ હજાર વર્ષનો પાંચમો આરો ચાલુ છે.
પ્રભુ પૂર્વેના ત્રીજા ભવે નંદન નામના રાજકુમાર હતા, ત્યારે પ્રભુનું ૨૫ લાખ વર્ષનું આયુષ્ય હતુ. છેલ્લા ૧ લાખ વર્ષ બાકી રહેતા પ્રભુએ દીક્ષા સ્વીકારી હતી. ‘સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના સાથે પ્રભુએ કુલ ૧૧,૮૦,૬૪૫ માસખમણની તપશ્ચર્યાપૂર્વક વીશસ્થાનક પદની આરાધના કરી હતી. ત્યારબાદ પ્રભુનો આત્મા સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામીને દશમાં પ્રાણત નામના દેવલોકમાં પધાર્યો હતો.
ત્યાં ૨૦ સાગરોપમનું આયુષ્ય ઉદાસીન ભાવે ભોગવીને પ્રભુ અષાઢ સુદી છઠના દિવસે દેવલોકથી અવીને માતાના ગર્ભમાં પધાર્યા હતા, ત્યારે પ્રભુ ત્રણ જ્ઞાનના સ્વામી હતા. ક્ષત્રિયકુંડના સિદ્ધાર્થ રાજાની મહારાણી ત્રિશલાની કુક્ષીમાં નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ કરીને ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થિતિમાં હતા, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જ્યારે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયો હતો, ત્યારે ચૈત્ર સુદ ૧૩ ના મધ્યરાત્રિએ પ્રભુ જન્મ પામ્યા હતા. પ્રભુના જન્મ સમયે ધરતી પરથી મારી મરકી વગેરે બધા રોગો અને ધરતીકંપ આદિ સર્વ ઉપદ્રવો નાશ પામ્યા હતા. ચૌદ રાજલોકમાં સર્વત્ર અજવાળા પથરાયા હતાં. સર્વ જીવોને ક્ષણવાર સુખનો અનુભવ થયો હતો.
૪૮