________________
વિભાગ-૧ ત્રીજા રાઉન્ડમાં ત્રણ ત્રણ વાર અને ચોથા રાઉન્ડમાં બે બે વાર પાંચમાં રાઉન્ડમાં એક વાર દોહરાવવું
ત્યારપછી આંગળી મુક્યાવગર ચક્રને એકવાર મધુર સ્વરે દોહરાવી ચેતનાને આરોહણ - અવરોહણ ખૂબ જાગ્રત રહીને ૨૧ રાઉન બિસ્કુલ ભૂલ ન પડે તે રીતે ધીમે ધીમે નોન-સ્ટોપ આ ક્રિયા પરિપૂર્ણ થાય, એટલે કે આત્મસાત થાય છે ત્યારે ચેતનાની ગતિ (આરોહણ + અવરોહણ) ઝડપી બને છે. વિચારો આવતા બંધ થાય છે. પૂર્ણ મૌન શૂન્યતામાં થોડો સમય ધ્યાન” ની સ્થિરતા પ્રાપ્ત થાય છે. આનંદની અનુભૂતી થાય છે.
ની ઉપયોગીતા યોગશાસ્ત્રની ભાષામાં જ્યારે શ્વાસ ડાબા નસકોરાથી લેવાય ત્યારે ઈડા નાડી કે ચન્દ્રસ્વર કહે છે, અને જમણા નસકોરાથી લેવાય ત્યારે પિંગલા કે સૂર્યસ્વર તેમજ જો બન્ને નસકોરાથી લેવાય તો સુષુણ્ણા નાડી કહે છે. જે નાડી ચાલતી હોય ત્યારે તેને અનુરૂપ કાર્ય કરવાથી કુદરતના પરિબળો, કુદરતી શક્તિઓ અને વૈશ્વિક ઉર્જા અનુકૂળ થઈને અચૂક ફાયદો આપે છે.
ઈડા નાડી ચાલતી હોય ત્યારે સ્થિર કાર્યો કરવા. બેસીને કે દોડા-દોડી શ્રમ ન હોય તેવા હળવા કાર્યો કરવા. અભ્યાસ, દાન, મંત્રસિદ્ધિ, શાસ્ત્રોધ્યયન, વિદ્યાપ્રાપ્તિ, ભણવું, નૃત્ય-ગાયન શીખવું, વાદ્યો વગાડવા, રચનાત્મક કાર્યો કરવા, કોઈ વસ્તુનો ઘાટડીઝાઈન બનાવવી, પ્રવાહી પાણી પીવું, કપડા બનાવવા, સીવવા, આશ્રમો – મંદિરોને લગતા કાર્યો, શાળા, અનાથાશ્રમો, હોસ્પીટલ, હોસ્ટેલ, પૂજાસ્થાન, દવા બનાવવી, બોસ કે ઉપરીને મળવા જવું, ગુરૂને મળવું. નવું ઘર, વેચાતું કે ભાડે લીધું હોય તેમાં પ્રવેશ કરવો (ગ્રહ પ્રવેશ), નવી વસ્તુ લાવવી, શુભ સંકલ્પ, મિત્રો, સ્નેહી સ્વજનો, પાર્ટી, સમારંભોમાં જવું વિગેરે કાર્યો કરવાથી સફળતા મળે છે.
પિંગલા - સૂર્ય નાડી ચાલે ત્યારે દૂર કે ઉગ્ર કાર્યો કરવા. યાત્રા પ્રવાસ, વ્યાયામ, કસરત, શારીરિક શ્રમનું કાર્ય, વાહનોની મરામત, સાધનોનું રીપેરીંગ, ટેકનીકલજ્ઞાન, શત્રુનો પ્રતિકાર, પર્વતારોહણ, વાહન-સવારી, ભોજન કરવું વિગેરે કાર્યો કરવાથી સફળતા મળે છે.
સુષુણ્ણા નાડી ચાલે ત્યારે યોગ-સાધના, પૂજા, અર્ચા, ધ્યાન કરવું. આ સમે મગજમાં સારા વિચારો, દયા-ક્ષમા ભાવ ધારણ કરવા. આ નાડી ચાલે ત્યારે આવેલા અભિષાપ કે આશીર્વાદ ફળે છે.
જરૂરિયાત મુજબ શ્વાસ કે સ્વર બદલી શકાય છે. જાણકાર પાસે જાણી લેવું.
૦