________________
૧૨)
૧૩)
૧૪)
૧૫)
૧૬)
વિભાગ-૧
પ્રાણ મુદ્રા : અંગુઠાનાં અગ્રભાગ ઉપર કનિષ્કાનો અગ્રભાગ મેળવી અને કનિષ્કાનાં નખ ઉપર અનામિકાનો અગ્રભાગ દબાવવો.
લાભ : આંખની બધી બિમારી દૂર થાય છે. આંખમાં જ્યોતિ આવે છે. થાક દૂર થાય છે. ભૂખ-તરસ છીપાઈ જાય છે. એકાગ્રતાનો વિકાસ થાય છે. તપ સારી રીતે થાય છે.
અપાન મુદ્રા : મધ્યમા અને અનામિકાનો અગ્રભાગ અંગુઠાનાં અગ્રભાગને અડાડી, બાકીની બન્ને આંગળીઓ સીધી રાખવી.
લાભ : મલ-મુત્ર-પસીનો સારી રીતે થાય છે. પેટનાં વાયુ, વિકાર, ઉલ્ટી, હેડકી, ઓગળાઈ દૂર થાય છે. સ્ત્રીઓને (M.C.) માં નિયંત્રણ અને દુઃખાવો ઓછો થાય છે.
લિંગ મુદ્રા : બન્ને હાથની આંગળીઓ પરસ્પર મેળવીને ડાબા હાથનાં અંગુઠાને સીધો રાખવો, એની ઉપર જમણા હાથનાં અંગુઠાનું દબાણ આપવું, આંગળીઓનાં અગ્રભાગથી બન્ને હથેળીનાં પાછળના પોઈન્ટ દબાવવા.
લાભ : શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. ઠંડી દૂર થાય છે. કફનાં રોગો નાશ પામે છે.બ્રહ્મચર્યનું પાલન સરળતાથી થાય છે. (બહેનો માટે)
યોનિ મુદ્રા : બન્ને હાથ નમસ્કાર મુદ્રામાં રાખીને, બન્ને તર્જનીના અગ્રભાગને મેળવી, બન્ને મધ્યમાને તર્જનીની ઉપર પ્રથમ વેઢા સુધી આવી શકે તે રીતે રાખીને અંગુઠાને પાસે પાસે રાખીને, જમણા હાથની અનામિકા ડાબા હાથની ટચલી આંગળી અને ડાબા હાથની ટચલી આંગળી જમણા હાથની અનામિકાનાં અગ્રભાગથી મેળવવી.
લાભ : આ મુદ્રાથી બ્રહ્મચર્ય સારી રીતે પાળી શકાય છે. (પુરૂષો માટે) શંખમુદ્રા : ડાબા હાથનાં અંગુઠાને જમણા હાથની હથેલી ઉપર રાખવી,
જમણા હાથથી ડાબા અંગુઠા સહિત મુકિ બંદ કરવી, ડાબા હાથની તર્જનીનાં અગ્રભાગને જમણા હાથના અંગુઠાના અગ્રભાગથી મેળવવું. ડાબા હાથની બધી આંગળીઓથી જમણા હાથની હથેળીની પાછળ દબાવવું.
લાભ : નાભિ પોતાના સ્થાને આવે છે. પાચન ક્રિયા સુધરે છે.
ભૂખ
5