________________
વિભાગ-૭
૩૬) હોટલની વાનગીઓ અભક્ષ્ય અને જયણારહિત બનાવેલી હોય છે, હોટલમાં જવું નહિ.
૩૭) બહારની તૈયાર વાનગીઓ, મિઠાઈ ફરસાણ, ઈન્સ્ટન્ટ ફૂડ, આઈસ્ક્રીમ, ડેરીમિલ્ક, ચોકલેટો, બિસ્કીટ, પાઉં, ટોસ્ટ, ઠંડા પીણાં વગેરેનો ત્યાગ કરો, અભક્ષ્ય હોય છે અને તેની બનાવટમાં પ્રાણીજ તત્ત્વો હોય છે. ૩૮) બે રાત ઉલ્લંઘી ગયેલા દહીં, છાશ વાપરવા નહિ.
૩૯) લગ્નાદિ પ્રસંગોનાં કે ધાર્મિક પ્રસંગોના જમણવારો રસોડા કેટરર્સને સોંપાય છે, તેમાં બિલકુલ જયણા તથા ભક્ષ્યાભક્ષ્યનો વિવેક સચવાતો નથી, આવા જમણવારો કેટરર્સને ન સોંપો, જાતે દેખરેખ રાખી પૂરેપૂરી જયણા સાચવો, તેમાં રાત્રીભોજન ન થાય તેની ખાસ તકેદારી રાખો. ૪૦) આર્દ્રા નક્ષત્ર પછી તો કેરી ન જ વપરાય. તે પહેલાં પણ વરસાદ થઈ ગયા પછી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. વરસાદ થયા પછી શક્ય હોય તો કેરીનો ત્યાગ કરો. તૈયાર પેકીંગમાં મળતો કેરીનો રસ ન વાપરો.
૪૧) વાસી માવાની વસ્તુ ન વપરાય, તાજો માવો પણ પાકો કરેલો ન હોય તો બીજા દિવસે તે વાસી બને છે.
૪૨) સાબુદાણાની ઉત્પત્તિમાં પુષ્કળ જીવોની હિંસા છે, માટે સાબુદાણા
ન વપરાય.
બહારનો તૈયા૨ ૨વો, મેંદો, કોઈપણ જાતનો લોટ, તેમજ સોસ, ખસખસ, એસેન્સ પોંક, ફલેવર, મસાલા, આરાલોટ, ડાલડા ઘી અભક્ષ્ય છે, તેથી તે વાપરવા નહિ. મધ, માખણ (બટર) અભક્ષ્ય છે, તેના ભક્ષણમાં પુષ્કળ વિકલેન્દ્રિય જીવોનું ભક્ષણ છે, માટે તેનો ત્યાગ કરો.
૪૩)
૪૪)
૪૫)
૪૬)
૪૭)
૪૮)
૪૯)
૨૫૫
વનસ્પતિ કચરો, ફ્રુટની છાલો સૂપડીમાં ભરીને એક જગ્યાએ રાખો, પણ પ્લાસ્ટિકની કોથળીઓ વગેરેમાં ભરીને જયાં ત્યાં ફેંકવી નહીં, તે ફેંકેલી કોથળીઓ કોઈ ગાય વગેરેના પેટમાં જાય તો પશુમ૨ણની ઘટનાઓ બને છે, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો.
કેળાની છાલ જેવી વસ્તુઓ રસ્તા પર છુટ્ટી ફેંકવી નહીં.
મગ વગેરે કઠોળ રાંધતા પહેલા લાંબો સમય પલાળી રાખવાથી તેમાં ફણગા ફૂટવાની સંભાવના છે તેથી, લાંબો સમય પલાળી ન રાખો. ઢોકળા, ઈડલી, જલેબી વગેરેનો આથો રાત્રે ન પલાળવો.
શરીરના ખુલ્લા ભાગ ઉપર કયાંય પણ ખંજવાળ આવે તો ખંજવાળતા