________________
- ઇડર
વિભાગ-૭
ના નામ છે શિબિરની પૂર્ણાહૂતિએ હવે તો હું આટલું તો અવશ્ય કરીશ ..! ૧) હું રોજ જિનપૂજા કરીશ, જેથી પુન્ય વધી જશે. ૨) હું રોજ સામાયિક કરીશ, જેથી મારાં સંસ્કારો સારાં બનશે. ૩) હું રોજ મારા માતા-પિતાને પગે લાગીશ, જેથી મને એમનાં આશિર્વાદ મળશે. ૪) હું કોઈ દિવસ રાત્રિભોજન, કંદમુળ નહિ ખાઉ જેથી ઘણાં જીવો મરતાં બચી જશે. ૫) હું કોઈની નિંદા નહિ કરું અને કોઈની સાથે અબોલા નહિ લઉં, જેથી મારો કોઈ
દુશ્મન નહિ બને. ૬) હું રોજ એક સારું કામ કરીશ, જેથી મારું પુન્ય વધી જશે. ૭) હું સુતાં ઉઠતાં જમતાં બાર નવકાર ગણીશ. ૮) હું બહારની કોઈ ચીજ નહિ ખાઉં, જેથી મારાં મુખમાં ઈડા વિગેરે અભક્ષ્ય
વસ્તુઓ ભૂલથી પણ નહિ જાય. ૯) હું કોઈ પ્રકારનાં ફેશન - વ્યસનમાં પડીશ નહિ અને એ બધી રકમ ધર્મમાર્ગે
વાપરીશ. પુન્ય વધશે, શુભકર્મ બંધાશે. ૧૦) હું ઉકાળેલું પાણી વાપરીશ, જેથી પાણીનાં જીવોને જીવન મળશે. ૧૧)હું રોજ એક ગાથા કરીશ, જેથી મારું જ્ઞાન વધશે. જ્ઞાનાવરણ કર્મો તૂટશે. ૧૨) હું રોજ ગુરૂવંદન કરીશ, જેથી મને ગુરૂદેવની અસીમ કૃપા મળશે.
નાગાણનો લાભ છે નવકારશી અને ચૌવિહાર સહિત મુઠિસહિઅંનું પચ્ચકખાણ આખો દિવસ કરવાથી મહિને ૨૫ થી ૨૮ ઉપવાસનો લાભ મળે છે. સૂચના : મુઠિસહિએ પચ્ચકખાણ આખો દિવસ કરનારે બેસીને જ ખાવું, પીવું, હરતાં - ફરતાં કે ઉભાં ઉભાં ખાવું કે પીવું નહિ. ખાવા-પીવાનું કામ પૂર્ણ થાય એટલે બે હાથ જોડી મુઠિસહિઅંનું પચ્ચકખાણ લઈને ઉભા થવું, અને ખાવા-પીવાનું શરૂ કરતાં પહેલા બેસીને જમીન ઉપર મુઠી વાળી એક નવકાર ગણી મુઠિસહિએ પચ્ચકખાણ પારવું
મુઠિસહિઅં પચ્ચકખાણ લેવાનું સૂત્ર ૦ મુઠિસહિએ પચ્ચકખામિ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણે સવ્વસમાવિવત્તિયાગારેણે વોસિરામિ.
• મુઠિસહિઅં પચ્ચકખાણ પારવાનું સૂત્ર • મુઠિસહિઅં પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ, કીષ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
૪૮