________________
વિભાગ-૬
૩) ન્યુઝીલેન્ડમાં M.C. માં સ્ત્રીઓના ચાલવાના સ્પર્શથી તેના શરીરનું ઝેર ચારે તરફ ફેલાય છે, માટે તેઓને પીંજરામાં અધ્ધર રાખે છે.
૪) લેબનોનમાં M.C. માં ખેતરમાં પ્રવેશ અને ઘોડા ઉપર બેસવાની સખ્ખત મનાઈ છે.
૫) ચીન M.C. માં ખાદ્ય પદાર્થોને અડતી નથી અને પ્રાર્થના સ્થળે જતી નથી. સૂર્યોદય પહેલા વસ્ત્રો ધોઈ લે છે. ૬) કોચીન M.C. માં ગાયને દોહતી
નથી, અગ્નિને અડતી નથી, ફૂલ, છોડ વાઘ, યન્ત્રો થી દૂર રહે છે. ૭) મુશલમાનોનું પવિત્ર તીર્થ મક્કામાં
પવિત્ર અખંડ સંગે-અસવદ્ પત્થર ૠતુમતી સ્ત્રીના સ્પર્શથી કાળો પડી ગયો છે, આજે પણ કાળો છે અને ત્યારથી બહેનોને ત્યાં પ્રવેશ નિષેધ થયો છે.
૮) જૈન ધર્મની દૃષ્ટિએ ઠાણાંગ સૂત્રમાં બહેનોએ માસિકધર્મના સમયે ૭૨ કલાક સુધી ઘરનું કોઈ જ કામ કરવું નહિં, ક્યાંય અડવું નહિં, એક ખૂણામાં કે રૂમમાં રહેવું. મંદિરમાં જવું નહિં, ધર્મના ઉ૫ક૨ણો (પૂજાનાં) અડવા નહિં, સાધુ-સંતોને મુખ દેખાડવું નહિં, પરંતુ સાધ્વીજી ભગવંતો પાસે જવાય, સ્પર્શ ન કરાય, M.C. માં સાધુનું મુખ જોવાથી
૯)
૧ આયંબિલ અને તેમની સાથે વાત કરવાથી પાંચ આયંબિલનું પ્રાયશ્ચિત બતાડ્યું છે. અભ્યાસ કરવો નહિં, પુસ્તક, પેન, ફર્નિચર, ખાદ્ય પદાર્થો, સુતરાઉ વસ્ત્રોને અડવા નહિં. બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
વૈદિક ધર્મની દૃષ્ટિએ એકાંતમાં રહેવું. કોઈ વસ્તુ અડવી નહિં, સાદો સાત્વિક આહાર, ચાંદી, સોનાની થાળી કે પતરાવળીમાં લેવું. શરીર શૃંગાર સ્નાન સાંસારિક કાર્યો કરવા નહિં. મંદિર જવું નહિં. અભ્યાસ કરવો નહિં. પુસ્તક, પેન, જ્ઞાનનાં સાધનો અડવા નહિં.
૧૦) નાયકા, જાપાન, નાઈજીરીયામાં
દેવાલયમાં પ્રવેશ નિષેધ છે, અને તે સમયમાં પતિથી દૂર રાખવામાં આવે છે.
૧૧) ખ્રિસ્તી (ક્રિશ્ચીયન) ધર્મમાં ૭ દિવસ સુધી સ્ત્રી અશુદ્ધ કહેવાય છે.
૧૨) યહુદી ધર્મની દૃષ્ટિએ ધાન્ય, ફર્નિચર,
રૂપિયા, સોનું, ચાંદી અડાય નહિં. ભૂલથી અડાઈ જાય તો તેને અગ્નિથી બાળી નાખે છે.
૨૦૦૮
૧૩) મુસ્લિમ ધર્મની દૃષ્ટિએ કુરાન-એ
શરીફ ગ્રંથમાં સ્ત્રીઓને માસિકધર્મ વખતે નમાજ પઢવાની સખત મનાઈ કરી છે, ૭ દિવસ અલગ રહેવાનું હોય છે.