________________
વિભાગ-૬
માટે તેના વાળ સાથે ખીલવાડ કરતી. વાળને જાડા ઘટ્ટ બનાવ્યા. તેણે પતિને છોડવો પડ્યો છે, અત્યારે કોઈ પોલીસ ઓફિસર સાથે રહે છે. ત્રીજા એક મોટા પરિવારની પુત્રીએ વાળને જાડા કરાવ્યા. અને કપાવ્યા, તે પછી તેની પડતી શરૂ થઈ. આજે તે ખાનદાન ઘરની યુવતી બીજા ધનિકને ત્યાં રખાત થઈને રહે છે. આજના યુરોપમાં જ નહીં, મુંબઈમાં ઘણા સમાજમાં બાળકો ફાધરલેસ થવા માંડ્યાં છે. પિતા જીવતા હોય, પણ પિતા વગર જીવનારા લાખ્ખો સંતાનો દિશાહીન ઉછરી રહ્યા છે.
ભારતના રાજકારણીઓનું ધ્યાન આપણા સામાજિક બખડજંતર અને કુટુંબો તૂટી રહ્યા છે, તે વાત ઉપર ગયું નથી. બીજી બાજું બ્રિટનની નવી લેબર સરકારના વડાપ્રધાન ટોની બ્લેર હવે બ્રિટનની ફેમિલી લાઈફની ચિંતા કરી રહેલ છે. તેમણે તાજેતરમાં કહેલું કે બ્રિટનમાં દર વર્ષે ૧ લાખ ટિનએજર છોકરીઓ ગર્ભવતી થાય છે. આ છોકરીઓને થતાં બાળકો દિશાહીન હોય છે. એટલે બાપ વગર ઉછરે છે અને મોટા થઈને ગુનાખોરીમાં સપડાય છે. સ્રીઓ સ્વતંત્ર મિજાજની થઈ જતાં વિકૃતિને છુટ્ટો દોર મળ્યો છે. ‘“ધ યુરોપિયન’” અખબારના કહેવા પ્રમાણે યુરોપમાં ૩.૫ કરોડ જેટલા લેસ્બિયનો અને હોમોસેક્સ છે.
આ બધી સામાજિક સમસ્યાને કારણે સમૃદ્ધિ છતાં યુરોપના લોકો સુખી નથી. સૌએ એક નિદાન કર્યું છે કે, ફેમિલી લાઈફ
પ્રત્યે દુર્લક્ષ્ય કરવાથી જ ઘરો ભાંગી રહ્યા છે, તેથી આ નિદાન પછી ઈલાજરૂપે લોકો મોટા પગારની નોકરી છોડીને કુટુંબજીવન પસંદ કરે છે. જગતની મશહૂર સંગીતની કંપની ઈ. એમ. આઈ. ના એક્ઝીક્યુટીવ જેમ્સ વ્હાઈટને વર્ષે ૪૦,૦૦૦ પૌંડ એટલે કે ૨૨ લાખનો પગાર મળતો હતો. તે લંડનમાં કામ કરતા હતા. તેમને કહેવામાં આવ્યું કે તે પરદેશની ઈ. એમ. આઈ. ની બ્રાંચમાં કામ કરવા જાય. જેમ્સ વ્હાઈટને એક વર્ષની પુત્રી હતી અને તેને બહુ વહાલી હતી. તેની પત્નીએ કહ્યું કે, પુત્રી ત્રણ વર્ષની થાય ત્યાં સુધી તેણે સાથે જ લંડનમાં રહેવું. એટલે જેમ્સ વ્હાઈટે મ્યુઝીક કંપનીને કહ્યું કે, મારી પરદેશમાં બદલી કરશો તો હું જઈશ નહીં, એટલે કંપનીએ તેને પાણીચું આપ્યું. તેને નોકરી ગુમાવી બી. એમ. ડબલ્યુ. મોડેલની જર્મન કાર ગુમાવી. વર્ષે રૂા.. ૨ લાખની વીમા પોલીસી અને કંપની તરફથી મળતી મફત મ્યુઝીકની રેકોર્ડ અને સી. ડી. પણ ગુમાવી. આ બધું ગુમાવીને તે ફેમિલી લાઈફ માટે લંડન રહ્યાા અને ભારત આવ્યા નહીં.
મુંબઈમાં અગર ભારતમાં યુરોપ કરતાં હાલત જુદી છે. અહીં તો હવે મોંઘવારી અને દેખાદેખીના મુક્ત અર્થતંત્રવાળા જીવનમાં પતિ-પત્ની બન્નેએ કમાવું પડે છે, પરંતુ વધારાની આવક થાય છે, તે આવકથી મળતું સુખ, પતિ-પત્ની અને બાળકો એક બીજાનો સહવાસ કે ફેમિલી
૧૯૫