________________
૧૧
જળ-વાયુ ને ખેત પ્રદૂષણ, રોગનો વાયુ વાયરો, દવાવાદના મહેફિલમાં, ડોક્ટર જમાવે ડાયરો; દવાખાનાં દેખી ભરેલા, રોગ કહે હું નાચું, ડોક્ટર ભણ્યા નહીં સાચું ને કપાઈ રહ્યાં છે કાચું. વિજ્ઞાન વિનાશક શોધથી, સાજા પણ માંદા થયા, પેટ-પટારા ભરવા કાજે, દાક્તરો ઝાઝા થયા; રૂપ કરીને દાક્તરનુ, ધુતારાઓ આવી ગયા, ધૂપ કરીને વિલાયતીના, બીજને વાવી રહ્યા. સારી દુનિયા છે માંદી, ને ફાર્મસીઓ કમાયે ચાંદી, દવાખાનામાં જામે મેળા, ડોક્ટરને ઘી-કેળાં; - ડોક્ટર નહીં કોઈ દેવના દીકરા, કરી શકે ના જાદુ,
શીદને ઘેલા થઈને પાછળ, ખાઈ પડ્યા છો આદું! વિટામિનની નકલી તાકાત, કરી મૂકશે આફત, દોડી રહા સૌ દવાખાનાએ, ડોક્ટરને જયાફત; આધુનિકમાં અંજાયા વિના, મજા જીવનની લૂંટો, વિટામિનોની એબીસીડીને ભૂલી, દેશીનો કક્કો ઘૂંટો. ભૌતિકવાદી જીવનશૈલી, લોક થયું છે ગાંડું, પશ્ચિમ સંસ્કૃતિ આકર્ષણથી, જીવન થયું છે બાં; ગર્ભપાતને ગર્ભનિરોધક, કામ ખાય છે ખોટાં, કુટુંબ નિયોજન નસબંધીના, શસ્ત્રકર્મ છે ખોટાં.
૨ક્તદાન ચક્ષુદાનની, ચાલી ખોટી રીતિ. બ્લડ બેંકમાં બ્લડ ભરવાની, ફાલી ખોટી નીતિ; અપ્રાકૃતિક જીવનશૈલીએ, મૂકી દીધી છે માઝા, અપ્રાકૃતિક ખાનપાનથી, રોગ વધ્યા છે ઝાઝા. વીજળીની પેદાશ બધીયે, પ્રકૃતિ વિનાશનું મૂળ છે, જળ પ્રદૂષિત પી રહ્યા, ને પ્રદૂષણ સુંઘી રહ્યા; રસાયણો ને જંતુનાશકો, ખાનપાન થયા ઝેરી, ધરતીનો રસકસ બધોયે, નાશ કરે છે વૈરી. રસાયણોને જંતુનાશકો, હિંસક ખેતીવાડી, ચાલી રહી છે ખેતરોમાં, પાપની ટ્રેકટર ગાડી; કેમિકલ યુગમાં જીવી રહ્યા છે, જીવન થયા છે ઝેર, ખાનપાનમાં પોષક તત્ત્વોની, નીકળી જાય છે ખેર. ખાનપાનમાં રંગ રસાયણ, બગાડે જીવનની મજા, માંદા પડવાની મજા ! ને હોસ્પિટલની સજા ! વિલાયતી ખાતરની ખેતી, ધરતીમાં લાગે આગ, ઝેરી જંતુનાશકો થી, ઊજડે જીવનબાગ. સારાયે વિશ્વના અર્થતંત્રનો, ગાય છે આધાર, ખેતી ગોવંશ નાશથી, દેશ બને બે કાર; અસલ છોડીને નકલથી, રોગ વળ્યા છે ઘેરી, મહારોગનાં આક્રમણોની, ચાલે હેરાફેરી.
વિભાગ-૫