________________
વિભાગ-૫ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાએ એના અભ્યાસમાં કહ્યું છે. આ હેરડાઈ ચામડી વાટે શરીરમાં પ્રસરે છે. યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ કહે છે કે આ હેરડાઈના ઝેરને સ્ત્રીઓએ જલદીથી કિડની દ્વારા ફલશ કરવું પડે છે અને તેથી કિડની નબળી પડે છે.
ટેલિવિઝન પર માથાના ખોડાને કાઢવાની છેતરામણી જાહેરખબર આવે છે. લીંબુથી કે આમળાંના પાઉડરથી વાળ ધુઓ તો માથાનો ખોડો (ડેન્ડ્રફ) ચાલ્યો જાય છે. સાથે સ્ટાર્ચ, તળેલા પદાર્થ, ઉજાગરા અને ચિંતા છોડો તો ખોડો ન થાય. ચિંતાથી ય ખોડો થાય છે. તમને જે એન્ટિ-ડેન્ડ્રફ શેમ્પૂ વાપરવાનું કહેવામાં છે તેમાં ઝિંકપાયરીથિઓન નામનું હાનિકારક રસાયણ હોય છે. લાંબે ગાળે એ ખોડો દૂર કરે, પણ વાળને ઉખેડવાનું કામ પણ કરે છે. એમાં જો તે મોઢામાં જાય કે માથા સિવાયની ચામડીને અડકે તો નુકસાન કરે છે. ઉંદર પર ઝિંક પાયરીથિઓનનો પ્રયોગ કરવામાં આવ્યો તો એની કરોડરજ્જુ પર અને સ્નાયુ પર ખરાબ અસર થયેલી. ઉંદરનાં ગુપ્તાંગ ખરી પડેલાં.
',
શિવ સેનાના ચીફ બાળાસાહેબ હેરડાઈ વાપરે પછી ઝૂંપડપટ્ટીની સુનંદાબાઈ તો વાપરે જ. ફેલિસિટી લોરેન્સ નામની બ્રિટિશ લેખિકાએ ‘“નોટ ઓન ધ લેબલ’ નામનું પુસ્તક લખ્યું છે, જે પેંગ્વિને પ્રકાશિત કર્યું છે. ફક્ત સાત પાઉન્ડમાં લંડનમાં મળે છે. તેમાં ખાદ્યોમાં વપરાતાં હાનિવાળાં રસાયણ તેમ જ કોસ્મેટિક્સમાં વપરાતાં રસાયણની પોલ ખોલી છે.
જેને પરમેનન્ટ હેરડાઈ કહે છે તેમાં એરિલેમાઈન્સ (Arylamincs) નામનાં રસાયણ છે. યુરોપમાં જે બ્લેડરનાં કેન્સર થાય છે તે આ ડાઈને આભારી છે એવું
!
આપણા ઘણા સત્સંગીઓ કે મરજાદી વૈષ્ણવો બ્રિટન જઈને માઉથવોશ વાપરે છે. તેમાં પચીસ ટકા આલ્કોહોલ હોય છે ઘણાં બાળક બાથરૂમમાં માઉથવોશ રાખ્યો હોય તેમાં જે મિન્ટનો સ્વાદ છે તેને કારણે માઉથવોશ પી જાય છે. આને કારણે બાળકોની બ્લડ સુગર ઓછી થઈ જાય છે. લોકો અગાઉ માંડ મહિને એક વાર સાબુએ નહાતા. આજે રોજેરોજ સાબુથી નાહવાની જરૂર જ નથી. સાબુમાં પ્રોપિલિન ગ્લાયકોલ છે. તેનાથી ધીમે ધીમે ચામડીને ઈરિટેશન થાય છે. નબળી ચામડીને આજનો સાબુ ચામડીના દર્દ માટે તૈયાર કરે છે. ખાવામાં કંઈ પણ ખોટા કોમ્બિનેશનવાળા પદાર્થો એકસાથે ખાઓ (દાખલા તરીકે દ્વિદળ દહીં-કઠોળ કે ફ્રૂટ સેલડ કે કઢી-પાપડ-દૂધપાક) તો ચામડીના રોગ જરૂર થાય છે. ગ્લાયકોલને કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર થાય છે. નાનાં બાળકોને રોજેરોજ સાબુથી નવડાવવાની જરૂર નથી. બેબી સોપથી પણ નહીં.
પુરૂષોએ શેવિંગ ક્રીમ વાપરવાની
|૧૩૯