________________
વિભાગ-૫
કેરીનું ડિંટીયું ય હોતું નથી. તેમાં કેરીની ‘આર્ટિફિશિયલ ફલેવર’ હોય છે. તમે પેપ્સી કંપનીનું ‘માઉન્ટ ડ્યુ' નામનું પીણું ખરીદો છો, તેમાં ઝીણા અક્ષરે લખ્યું છે કે તેમાં ‘સિન્થેટિક ફૂડ કલર' હોય છે અને એડેડ ફલેવર (ઉમેરેલી કૃત્રિમ ખુશબૂ) હોય છે. એ પ્રકારે તમને કેળાં, ચીકુ, સિતાફળ, કેસર, બદામ કે પિસ્તાના કેટલાક આઈસ્ક્રિમ મળે છે, તેમાં આ બધા ફૂટની માત્ર ફલેવર હોય છે. માત્ર મુંબઈમાં નેચરલ આઈસ્ક્રિમ' બનાવતી (હાથ સંચાથી બનતા આઈસ્ક્રિમ) કંપનીના આઈસ્ક્રિમમાં જ ખરેખર દૂધ અને ફ્રુટ હોય છે. તમે અમેરિકા, બ્રિટન જાઓ કે ક્યાંય પણ જાઓ અને રેફ્રિજરેટર ખોલો તો તેમાં ‘નેચરલ ફલેવર’ કે ‘આર્ટિફિશિયલ ફલેવર' નાં લેબલવાળા પ્રોસેસ્ડ ખાઘોનાં રૂપાળાં પેકેટો જોવાં મળશે. ભારતમાં તમે માત્ર ‘ફલેવર’ વાળા જ આઈસ્ક્રિમ ખાઓ છો, જેમાં ઈંડાની સફેદી હોય છે, એ સફેદીને
કારણે આઈસ્ક્રિમને ટાઈટનેસ મળે છે.
અમેરિકામાં જે ૯૦ ટકા ખાઘો (તૈયાર) ખરીદાય છે તે પ્રોસેસ્ડ ફૂડ હોય છે. ભારતમાં આવા પ્રોસેસ્ડ ફૂડ એટલે કે પીણાં, નાસ્તા વગેરેનો વપરાશ અનહદ વધી ગયા છે. ૨૦૧૦માં આપણે અમેરિકાને આંટી દેશું. આજે વિજ્ઞાનીઓની મહેરબાનીથી તમને તૈયાર ખાદ્યોમાં જે ફલેવર આવે છે તે કૃત્રિમ હોય છે, રસાયણોની ફલેવર છે. અમેરિકાની ‘ફલેવર ઈન્ડસ્ટ્રી’એકલી ૨ અબજ ડોલરની છે અને દર વર્ષે જગતભરમાંથી
ફલેવરની બાટલીઓની માગ વધતી જાય છે. ભારતમાં ફલેવર ઈન્ડસ્ટ્રી પણ વધીને ૩.૧૦ અબજની થઈ છે. અમેરિકામાં દર વર્ષે ૧૦,૦૦૦ જેટલા નવા પ્રોસેસ્ડ ખાદ્યો ત્યાંની બજારમાં જબ્બર એડવર્ટાઈઝિંગ બજેટ સાથે મુકાય છે. આ દરેક નવાં ખાદ્યોમાં ફલેવર-એડિટીઝ ઉમેરવા પડે છે.
તમે જો અમેરિકાથી ‘ફૂડ કેમિકલ ન્યૂઝ', ‘ફૂડ એન્જિનિઅરિંગ’, ‘કેમિકલ માર્કેટ રિપોર્ટર’ અને ‘ફૂડ પ્રોડક્ટ ડિઝાઈન’ વગેરે મેગેઝિનો વાંચો તો ખબર પડે કે જગતભરમાં કૃત્રિમ ફલેવરની કેવી જબ્બર માંગ છે. ભારતમાં મૈસૂર ખાતે ફૂડ ટેક્નોલોજીની સંસ્થા છે, તેમાંથી આર્ટિફિશિલ ફ્લેવર કાઢવાની પ્રક્રિયા શીખી શકાય છે. તમે યાર્ડલીનો સાબુ સૂંઘો તો તેમાંથી એલચીની ફલેવર આવે છે. અમુક ટૂથપેસ્ટ સ્પેશિયલી બનાવાય છે, તેમાં લવિંગની ફલેવર હોય છે, તેમાં કુદરતી લવિંગ હોતાં નથી. તાજેતરમાં હું
ફિલાડેલ્ફિયા ગયો તો ત્યાંથી ‘ક્રેસ્ટ’ (CREST) બ્રાન્ડનું ટૂથપેસ્ટ લાવ્યો. તેમાં તજની ફલેવર આવે છે. લવિંગના તેલમાં દાંતના દુખાવાને મટાડવાની કે દાંતના જંતુને મારવાની શક્તિ છે, પરંતુ ટૂથપેસ્ટમાં માત્ર લવિંગની ફલેવર હોય છે, તેનાથી જંતુ મરતાં નથી. આજનો મૂડીવાદ જેટલો છેતરામણો છે, તેટલી જ તેની કેટલીક પેદાશો અને તેની જાહેરખબરો અને સુગંધો છેતરામણી હોય છે.
૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસે તેની વિશ્વયાત્રામાં મલેશિયા અને ભારતમાંથી
૧૩૩