________________
વિભાગ-૫
૧૨) ચૂંટેલા ચ્યુઈ-ગમ ચીક્લેટ : તેમાં બીફ ટેલો અને હાડકાનો પાવડર હોય છે, જેનાથી સ્મરણશક્તિ મંદ અને જીભ જાડી કરે છે.
૧૩) મેન્ટોસ ઃ તેની બનાવટમાં બીફ ટેલો, બોન પાવડર તથા જીલેટીન વપરાય છે., ઉપરની (૧૨, ૧૩) બન્ને વસ્તુઓ સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ પુષ્કળ ખાય છે. મોઢામાં ચગળે છે. જીભને ચટકો લગાડવા જેવો નથી. તે શાકાહારીને માંસાહારી બનાવે છે. દિલની કોમળતા રહેતી નથી.
૧૪) પોલો : સફેદ એકસ્ટ્રાસ્ટ્રોંગ પીપર. જેમાં જીલેટીન એન્ડ બીફ ઓરીજીન ગાયબળદનું માંસ મિશ્રણ થાય છે. નાના-મોટા ચૂસે છે. અને પેટમાં માંસના અણુઓ તામસિક અસર ઉભી કરે છે. કામ-ક્રોધ વધે છે.
૧૫) નુડલ્સ (સેવ) પેકેટ : જેમાં ચિકન ફલેવર (કૂકડીનો રસ) ભેળવવામાં આવે છે. કાંદા-લસણ અને ઈંડાનું મિશ્રણ થાય છે. નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે. તે વર્જ્ય છે. લોટનો કાળ વિતી જવાથી પણ અભક્ષ્ય છે.
૧૬) સુપ પાવડર તથા સુપચુબ્ઝ : જેમાં ચીકન ફલેવરનું મિશ્રણ થાય છે. તે સુપ બનાવવામાં વપરાય છે. જે માંસાહારનો એક પ્રકાર છે. શાકાહારીએ સાવધાન રહેવા જેવું છે.
:
૧૭) પેપ્સીન ઃ સાબુદાણાની વેફર- રતાળું કંદમૂળના રસમાંથી બને છે. જે સડેલા રતાળુના રસના હોજમાં અસંખ્ય કીડાઓ પગ નીચે કચરાયા પછી મશીનમાં ગોળ ગોળ દાણા પડે છે. અનંતકાય અને અસંખ્ય ત્રસ જંતુનો નાશ હોઈ વર્જ્ય છે. તેનો ધંધો પણ કરવા જેવો નથી. દયા - કરુણાનો નાશ કરે છે.
૧૮) કસાટા આઈસ્ક્રીમ ઃ જુદી જુદી કંપનીઓનો આવે છે. તેમાં ઈંડાના રસવાળી કેક વપરાય છે. રાસાયણિક દ્રવ્યનું પણ મિશ્રણ થાય છે, તે અભક્ષ્ય અને આરોગ્યને હાનિકારક છે.
૧૯) ટુથ-પેસ્ટ : લગભગ જેમાં ઈંડાનો રસ, હાડકાનો પાવડર તથા પ્રાણીજ ગ્લિસરીનનું મિશ્રણ હોય છે. સવારના પહોરમાં દાંત સાફ કરવા લગાડાતા હિંસક વસ્તુઓના દોષ લાગે છે. તેનાથી બચવા આયુર્વેદિક નિર્દોષ મંજન (દા. ત. કાંટાળુ માયુ + ફૂલાવેલી ફટકડી + સફેદ સિંધાલુણ) પાયોરિયા અટકાવી દાંતને મજબૂત કરે છે. લીંબડાનું દાતણ દાંત માટે શ્રેષ્ઠ છે.
૨૦) ઈન્સ્યુલીન ઈન્જેક્શનો ઃ કતલ કરેલા ઘેંટા-બકરાં-ભૂંડના પેન્ક્રિયાસ નામના અવયવમાંથી બને છે.
૧૧૩