________________
ભૂમિકા
તેઓના સુખદુઃખના સંબંધના વિચારમાં અને એક કુશલ તત્ત્વજ્ઞાની કે જે બ્રહ્મલોકપર્વતના વિષયેને કાકવિછા-વિઝાની પણ વિશ્વાસમાન અતિત૭ જાણે છે, અને આત્મચિતનાદિમાંજ પિતાને કાલ યાપન કરે છે તેના તે સંબંધના વિચારમાં અત્યંત ભિન્નપણું હોય તે વિનાકહેજ ધ્યાનમાં આવે એવું છે. સામાન્યરીતે જોતાં આપણને જનસમૂહના અસંખ્ય અવાંતરભેટવાળા મુખ્ય બે વર્ગ જણાય છે. એક સુશિક્ષિત અને બીજો અશિક્ષિત. જ્ઞાનની ચૂનાધિકતાને લીધે તેના વિચારે ઘણુએક વિષયોમાં એકએકથી વિરુદ્ધ હોય છે, છતાં કાલે કરીને સુશિક્ષિતજનના વિચારનું અનુકરણ બહુધા અશિક્ષિતજનોએ કરેલું છે એમ ઈતિહાસ જોતાં આપણને સ્પષ્ટરીતે દેખાઈ આવે છે, માટે સુશિક્ષિતજનોના વિચારો જ અનુકરણ કરવાગ્ય ગણવા ઘટે છે, અને એ સુશિક્ષિત વર્ગમાંના ભ્રમ, પ્રમાદ, વંચનેચ્છા અને ઈદ્રિયશૈથિલ્યરહિત પુષે જેઓએ પિતાનું જીવન સત્યાસત્યનું સૂક્ષ્મ અવલોકન કરવામાં કાઢયું હેય તેઓના તે સંબંધના વિચારે વિશેષ અનુકરણીય ગણવા જોઈએ.
ઘણુ મનુષ્યો સુખની પ્રાપ્તિ માટે સ્ત્રી, પુત્ર, ધન, અધિકાર, કીર્તિ કે પાંડિત્યને ઈચછે છે, અને દુઃખની નિવૃત્તિ માટે ઔષધ, દાન, મંત્ર, સંપ્રદાયનાં ચિહ્ન, વેશ કે તપાદિને આશ્રય કરે છે, પણ તેઓ દીનનાં દીન રહે છે, કેમકે સુખની નિત્યપ્રાપ્તિ ને દુ:ખની આત્યંતિક નિવૃત્તિના હેતુ તે પદાર્થો નથી. તે પદાર્થોથી દેહમાં થતા દઢ અનુરાગદ્વારા ઊલટી દુઃખની પ્રાપ્તિ ને સુખની ન્યૂનતા થાય છે. જેમ કેઈ પુરુષ પિતાના અજ્ઞાનને લીધે અફીણ અને સુરાદિકનું અધિક અધિક ગ્રહણ કરી સુખ માને છે, પરંતુ તે વડે તે દુઃખનેજ અનુભવ કરીને મરે છે તેમ જે પુરુષ પરમાનંદની નિત્યપ્રાપ્તિ અને ત્રણ પ્રકારનાં દુ:ખોની અત્યંતનિવૃત્તિ માટે દેહાભિમાનવડે જગતના તુચ્છ પદાર્થોને આશ્રય કરે છે તેઓ પણ દુઃખાનુભવ કરીને વારંવાર જન્મમરણને પામે છે, અખંડ શાંતિપ્તિને પામતા નથી.