________________
ધ્યાનનિરૂપણ
आनंदमजरं नित्यं सदसत् सर्वकारणम् । सर्वांधारं जगद्रूपममूर्तमजमव्ययम् ॥ ३ ॥ अदृश्यं दृश्यमंतस्थं वहिःस्थं सर्वतेामुखम् । सर्वदृक् सर्वतः पादं सर्वस्पृक् सर्वतः करम् ॥ ४ ॥ ब्रह्म ब्रह्ममयेोऽहं स्यामिति यद्वेदनं भवेत् । तदेतन्निर्गुणं ध्यानं ब्रह्म ब्रह्मविदो विदुः ॥ ५ ॥ " ભાવાર્થ::એક, જ્યાતિર્મય, શુદ્ધ, આકાશની પેઠે વ્યાપક, દૃઢ, અનંત, અચલ નિદ્ધિ, આદિ મળ્યુ તે અંતથી રહિત, સ્થૂલ, સૂક્ષ્મ આકાશરહિત સવષ્ણુ, ( અદ્વિતીય, અરૂપ, અરસ, અગંધ, અપ્રમેય, અનામય, ઉપદ્રવરહિત, ) આનંદસ્વરૂપ, અજર, ત્રિકાલાબાષ્ય, સરાસ્વરૂપ, ( પ્રકટઅપ્રકટપ) સર્વ જગતનું કારણ, સર્વેનું અધિષ્ઠાન, જાપ, અમૂર્ત, ( નિરાકાર, ) અજન્મા, અવિકારી, અજ્ઞાની જમાતે અદૃશ્ય, જ્ઞાની જતાતે દૃશ્ય, સર્વેની અંતર અને બહાર સ્થિત, સર્વેભણી મુખયુક્ત, સર્વના દ્રષ્ટા, સર્વભણી પગયુક્ત, સર્વભણી ત્વચાયુક્ત, અને સર્વેભણી કરયુક્ત, એવું જે અનંત છા તે બ્રહ્મ હું છું'' આવું જે ચિંતન થાય છે તે આ નિર્ગુણુબ્રહ્મધ્યાન છે એમ બ્રહ્મવેત્તાએ જાણે છે.
પાદસ્થ, પિંડ થ, રૂપસ્થ ને રૂપાતીત એવી રીતે ધ્યાનના ચાર પ્રકાર પણુ ાણવામાં આવે છે. શ્રીસદ્ગુરુનાં કે શ્રીઇશ્વરની પ્રતિમાનાં ચરણારદિનું લક્ષપૂર્વક અવલેાકન કરી તેનું” હૃદયમાં ધ્યાન કરવું તે પાદુસ્થધ્યાન કહેવાય છે. આધારાદિ ચક્રોને વિષે ત્યાંના અધિષ્ઠાતા દેવનું કિવા શ્રીસદ્ગુરુનું ધ્યાન કરવું તે પિસ્થ ધ્યાન કહેવાય છે. ચક્ષુને વિષે તેના અધિદેવ સૂર્યચંદ્રનું ધ્યાન કરી અંતે હૃદયમાં વિરાસ્વરૂપનું ધ્યાન કરવું તે રૂપસ્થધ્યાન અને સર્વે પદાર્થોથી પર અને સર્વના અધિષ્ઠાનરૂપ જે પરમાત્મા (બ્રહ્મ) તેમના સ્વરૂપતે વિષે જે ચિત્તવૃતિની એકતાનતા કરવી તે રૂપાતીતથ્યાન કહેવાય છે.
પ્રભા ]
૨૦