________________
''
" आलोक्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः ।
''
इदमेकं सुनिष्पन्नं योगशास्त्रं परं मतम् ॥ "" अभ्यासेन स्थिरं चित्तमभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानंदो ह्यभ्यासेनात्मदर्शनम् ॥ " अभियोगात्सदाभ्यासात्तत्रैव च विनिश्वयात् । पुनः पुनरनिर्वेदात्सिद्धयेद्योगो न चान्यथा ॥ " नित्याभ्यसनशीलस्य स्वसंवेद्यं हि तद्भवेत् । तत्सूक्ष्मत्वादनिर्देश्यं परं ब्रह्म सनातनम् ॥
""
29
ભાવાર્થ:—સર્વે શાસ્ત્રો જોઈને અને પુન: પુનઃ તેને એકાંતમાં વિચારીને આ એક વાત સારી રીતે સિદ્ધ થઈ કે યોગશાસ્ત્ર શ્રેષ્ઠ છે એમ સમજાયું. અભ્યાસવડે ચિત્ત સ્થિર થાય છે, અભ્યાસવર્ડ પ્રાણુ ગતિરહિત થાય છે, અભ્યાસવડે બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે, અને અભ્યાસવડે આત્માનું દર્શન થાય છે. સર્વદા યાગમાં મન રાખવાથી, સર્વદા યેાગાભ્યાસ કરવાથી, તેમાંજ વિશેષ નિશ્ચય કરવાથી તે પુનઃ પુન: યોગાભ્યાસ કરતાં નહિ કંટાળવાથી યાગ સિદ્ધ થાય છે, અન્યથા તે સિદ્ધ થતા નથી. નિસ અભ્યાસ કરવાના સ્વભાવવાળાને તે બ્રહ્મ સ્વસંવેદ્ય ( પેાતાને પોતાના અનુભવથી જણાય એવું) થાય છે. તે સનાતન પરબ્રહ્મ સુક્ષ્મપાથી વાણીથી નહિ કહી શકાય એવું છે.